________________
>>>>
‘અરજી’
વ્હાલા સીમંધર સ્વામી, અરજી આ મારી સુણજો અંતર્યામી
ઓ મહાવિદેહનાં વાસી, માર્ગ બતાવો
કેમ કરી આવું નાસી?
વિરતિ હો કે અવિરતિ પ્રભુ, ભાવના ભાવું ભવોની જન્મ મળે અરિહંતનાં ક્ષેત્રે, ઉત્તમ જૈન કુળ યોનિ પ્રવજ્યા ગ્રહું આઠ વર્ષે, તમ નિશ્રામાં,
આત્મ ગતિ મોક્ષગામી... વ્હાલા સીમંધર સ્વામી, આશા કરજો પૂરી અંતર્યામી...
દૂર દૂર વસીયો છું ક્ષેત્રે, ના વૈભવની જ્યાં ખામી ‘ગા૨વ-ત્રિક’નાં સમરાંગણમાં, યત્ન છતાં રહું કામી ‘શ્રદ્ધાંધ’ની સુણજો અરજી, પંથ ઉજળો
ઝંખી રહ્યો શિરનામી... વ્હાલા...
‘શ્રદ્ધાંધ’
July 2008
****************** 820 ******************