________________
જ
૫ સમિતિ :
ઈર્યાઃ સૂર્ય પ્રકાશમાં ભૂમિ જોઈને વિહાર કર્યો. ભાષાઃ દર મહિને સ્વાધ્યાયમાં આવો, સત્સંગમાં ભાગ લો અને આત્માનું કલ્યાણ કરો. (સ્વ અને પરને હિતકારી વચન,ગુણોથી યુક્ત તે ભાષા સમિતિ) એષણા : ગુરુ મહારાજને કાળજીથી વહોરાવજો. (દોષ રહિત આહારને તપાસીને કાળજીથી ગ્રહણ કર્યો તે એષણા સમિતિ) આદાન નિક્ષેપઃ સામાયિકના કટાસણાને ભૂમિ પર મૂકતાં પહેલાં ચરવળાથી જગ્યા તપાસી, પછી સ્થાન ગ્રહણ કરજો. ઉત્સર્ગઃ આચાર્ય શિષ્યને ભૂમિ પ્રમાર્જન કરી મળ-મૂત્રાદિ પરઠવવા કહ્યું. સંવર ઃ ૬ કારણો - ધર્મ ઃ ૧૦ - અનુપ્રેક્ષા ઃ ૧૨ (૧) ૩ ગુપ્તિ, (૨) ૫ સમિતિ, (૩) ૧૦ ધર્મ, (૪) ૧૨ અનુપ્રેક્ષા, (૫) રર પરિષહ જય અને (૬) ૫ ચારિત્ર.
યોગથી બંધ થાય અને યોગથી જ સંવર-નિર્જરા થાય. આ સિદ્ધાંત આદિને જ્ઞાન-શ્રદ્ધાયુક્ત નિગ્રહ (નિવૃત્તિ) પ્રવૃત્તિ તે ગુપ્તિ.
સમિતિમાં સમ્યગૂ પ્રવૃત્તિ જ આવે. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે) ઈર્યા, ભાષા, એષણા, આદાન નિક્ષેપ, ઉત્સર્ગ.
૧૦ ધર્મઃ ઉત્તમ ક્ષમા, માદેવ, આર્જવ, શૌચ (અનાસક્તિ), સત્ય, સંયમ, તપ, ત્યાગ, અકિંચન્ય (મમત્વનો અભાવ), બ્રહ્મચર્ય.
સંયમ ૧૭ પ્રકારઃ ૫ અવ્રતોનો ત્યાગ, ૫ ઈન્દ્રિયો પર જય, ૪ કષાય ત્યાગ, મન, વચન, કાયાથી નિવૃત્તિ (૩).
૧૨ અનુપ્રેક્ષા : અનુ : આત્માને અનુસરીને, પ્રેક્ષા : જોવું તે.
અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ, ધર્મ સ્વાખ્યાત.