________________
એ વ્યક્તિને પ્રતિકૂળતામાં સહન કરવાની ક્ષમતા અને સમજણ આપી ધર્મમાં દૃઢ બનાવે છે. શ્રાવકો દઢધર્મી અને પ્રિયધર્મી હતાં.
સુરાદેવ શ્રાવક રોગ ઉત્પન્ન થવાની ધમકીથી ચલિત થયા, પણ પત્નીની પ્રેરણાથી પ્રાયશ્ચિત્ત કર્યું. ચુલ્લશતક શ્રાવક સંપત્તિ વેરવિખેર કરવાની ધમકીથી ચલિત થયા, પત્નીની પ્રેરણાથી પ્રાયશ્ચિત્ત કર્યું. ઉદાહરણોનો સાર આ છે :
શરીર, સંબંધ અને સંપત્તિ મનને અસ્થિર કરે છે” એ નબળી કડી છે. જ નિયતિવાદ વ્યવ્હારમાં અનુચિત જ છે ?
સકલાલ પુત્રની માટી પલાળવાથી ભઠ્ઠીમાં વાસણ પકાવવા સુધીની બધી જ ક્રિયા પુરુષાર્થ જન્ય જ છે. એવું મહાવીર ભગવાને સમજાવ્યું અને સર્વ ભાવો નિયત જ છે તેનું ખંડન કરી બતાવ્યું.
વ્યવ્હારિક જીવનમાં નિયતિવાદને સ્વીકારવો ઉચિત નથી. નિયતિવાદ સ્વીકારવાથી વ્યક્તિ નિષ્ક્રિય બની પ્રમાદી બની શકે છે. “જે થવાનું હશે તે થશે” તે વિચાર વડે કે શ્રદ્ધા વડે કાર્ય થતું નથી. એકાંતવાદને ન સ્વીકારતાં પાંચ સમવાય-કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ સ્વીકારવાનું સર્વ પ્રકારે સંગત છે.
સાધુનો મહાવ્રત સ્વીકાર,રત્ન ખરીદવા બરાબર કહ્યો છે. શ્રાવકનો ૧૨ વ્રત સ્વીકાર સોનું ખરીદવા બરાબર કહ્યો છે. શક્તિ અનુસાર ખરીદો.
અંતગડ સૂત્રના મહારથી આત્માઓ ૯૦ અધ્યયનોમાં ૯૦ જીવોના અધિકાર છે. ૫૧ ચરિત્ર રરમા તીર્થંકર અરિષ્ટનેમિના શાસનના અને ૩૯ ચરિત્ર મહાવીર સ્વામીના શાસનના છે. ૫૧ ચરિત્રમાં કૃષ્ણ વાસુદેવના પરિવારજનો છે, જેમ તેમના ૧૦ કાકા, ૨૫ ભાઈ, ૮ પત્ની, પુત્રવધૂ, ૪ ભત્રીજા, ૨ પુત્ર અને ૧ પૌત્રનો સમાવેશ થાય છે. ભગવાનના સમવરસણમાં આવે, ધર્મ શ્રવણ કરે, માતા પિતાની આજ્ઞાથી દીક્ષા લે, જરા-મરણની અગ્નિમાં માનવજીવન ભસ્મ થાય તે પહેલાં અગુરુલઘુ આત્માને બચાવે, મુનિવેશ =================K ૩૨૫ -KNEF==============