________________
>>>>
મોક્ષ શા માટે?
ચિંતક : સ્વ. પન્નાલાલ જગજીવનદાસ ગાંધી
પહેલું સુખ તે જાતે નર્યા,
બીજું ઘરે શીલવતી ભાર્યા.
ત્રીજું સુખ, કોઠીમાં જા૨, ચોથું આજ્ઞાંકિત પરિવાર.
પાંચમું સુખ કળશરૂપ સાર, પ્રતિષ્ઠાવાન ને આબરૂદાર.
*બંધન-દુઃખ મુક્તિ વિચારણા :
܀
܀
પાંચે પાંચ સુખ-દુઃખના દ્વાર, જ્ઞાની કહે મોક્ષ સુખ જ વિચાર!
‘શ્રદ્ધાંધ’
દુઃખનો અને બંધનનો ‘અવિનાભાવિ’ સંબંધ છે.
દુ:ખ હોય ત્યાં બંધન હોય અને બંધન હોય ત્યાં દુઃખ હોય જ! દુ:ખનો સર્વથા નાશ તે મોક્ષ, મુક્તિ.
મોટામાં મોટુ બંધન સોથી પોતાનું નજીકમાં નજીકનું શરીર. તેને ખવડાવો, પીવડાવો, પહેરાવો, ઓઢાડો, સંવારો, સજાવો અને અંતે છોડીને જવાનું ત્યારે મરણનું દુઃખ. જો શ૨ી૨ને મુક્તિની પ્રાપ્તિ માટેનું સાધન બનાવાય તો યોગ અને અન્યથા ભોગ વિલાસનું સાધન થાય તો લે આત્માનો ભોગ!
પ્રાપ્ત સુખ અને વાંછિત સુખ વિચારણા :
દુઃખ વિકૃતિ છે, કોઈ એને ઈચ્છે નહીં. સુખ જીવનનું જ સ્વરૂપ છે. જીવની જ ખુદની માંગ સુખની જ છે. જીવને અધુરૂં, ઓછું, ભેળસેળિયું અશુદ્ધ, પરની માલિકીનું, વિકારી, વિનાશી ગમતું નથી.
****************** 209 ******************