________________
આ સંપૂર્ણ કે અપૂર્ણ, જે નથી મળ્યું અને મળ્યું છે તે ઓછું છે. બંનેને માગ્યા
કરીએ છીએ. જીવ સ્વરૂપથી પૂર્ણ છે માટે પૂર્ણતા જ ઝંખે છે. બજારમાં ખરીદીએ જઈએ તો જીર્ણ, ફાટેલું, તડવાળું, ઘસાયેલું, જૂનું લાગતું ગમતું નથી. શાલીભદ્ર પાસે અઢળક, અકલ્પનીય વૈભવ હતો પણ માથે શ્રેણિક રાજા બેઠો છે તેનું માલિકીપણું ન ગમ્યું. સંસાર છોડ્યો. ભગવાન મહાવીરનું સ્વામિત્વ સ્વીકાર્યું. સાચું સુખ પૂર્ણતામાં જ છે.
અંગ્રેજોના સમયમાં ખાધે પીધે લોકો સુખી હતા પરંતુ ગુલામી હતી. સ્વતંત્રતા વગર જીવ હેઠે ના બેસે.
સર્વ પરવશ દુઃખ, સર્વાત્મવશે સુખમ્” પર-પદાર્થનાં સંયોગથી જે વેદના થાય તે આત્માનું વિકૃત સ્વરૂપ છે, માટે દુઃખરૂપ છે. પરંતુ પર-પદાર્થ આત્મ પરિણામનું સ્વસંવેદન કરાવે તો તે સુખ છે. માટે કહ્યું છે, “સ્વમાં વસ, પરથી ખસ.” * અવિકારી અવિનાશી કે વિકારી વિનાશી?
જીવ કોઈપણ હોય, મરણને ઈચ્છતો નથી. અમૃત અમરણને જ આપણે
ઈચ્છીએ છીએ. જ પ્રભુ સન્મુખ “અક્ષતથી આલેખના કરીએ ત્યારે સ્વસ્તિકમાં જ્ઞાનીઓની
ગર્ભિત માંગણી કેવી અનુપમ ગૂંથી છે? Decode it અને આપણે વારી જઈએ! સર્વોચ્ચ કે સામાન્ય સુખ? Marathon race 2419 241431 alt QT141714 Exclusive Paramount મેળવવાની મચી છે. આલતું ફાલતું કોઈને ગમતું નથી. છએ દ્રવ્યમાં ઉત્તમોત્તમ દ્રવ્ય જીવ છે અને તેની માંગ વાસ્તવિક પોતાના સ્વ સ્વરૂપને પામવાની છે. આત્મા શાશ્વત સુખને શોધે છે. અક્ષય,
અજરામર, અવિકારી, અવિનાશી એવું સુખ જોઈએ છે. =================^ ૨૦૨ -KNEF==============