________________
*
>>> Perfect, Pure, Personal, Permenant, Paramount સુખની માંગ છે. સ્વ એટલે પોતાનું, જે પોતામાં જ હોય તેને નિખારવાનું (બહા૨ લાવવાનું) છે.
અજાણતા જે માંગીએ છીએ તે માંગ સાચી છે, પણ ભૂલ ક્યાં થાય છે ? પુદ્ગલમાંથી મળે તેમ નથી અને ત્યાંથી મેળવવા માગીએ છીએ.
જીવન વ્યવહારમાં :
૧. દૂધપાક કે શ્રીખંડ એક જ ચમચી મળે તો અધૂરો. સીંગોડાના લોટમાં ભેળસેળ કરેલો શીખંડ ભાવે ?
કંદોઈ દૂધપાક કલઈ કર્યા વગરનાં વાસણમાં આપે તો ? મેવા મસાલાથી ભરપૂર દૂધપાક જ સૌથી વધુ ભાવે ને ?
૨. પરણવાને થયેલો મુરતીયો કેવી છોકરીને ઝંખે? રંગે, રૂપે સર્વાંગ સાબૂત કન્યા જોઈએ ને ? કાચીકુંવારી અબોટ કન્યાને ઝંખે. વિશ્વસુંદરીના સ્વપ્ના જ ચાલતા હોય.
૩. સ્ત્રીઓ બજા૨માં માટલું ખરીદવા જાય તો ટકોરાબંધ, આખું, પાણી ભરતાં તૂટી ન જાય તેવું પકવેલું પરિપૂર્ણ જોઈને લે.
આ બધામાં આંતરિક જીવની મૌલિક સ્વરૂપની ચાહની છાયા વર્તાય છે. જીવ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. સત્ : નિત્યતા, ચિત્ત : જ્ઞાન, આનંદરૂપ. મોક્ષને ન માનના૨ કે સમજના૨ તથા પરમાત્માને ન માનનાર કે સમજના૨ કે ન સ્વીકારવાની માંગ જો તપાસીએ તો જાણે અજાણે પણ માંગ મોક્ષની જ છે. જીવન પોતે જીવે અને ન માને એનું જ નામ અજ્ઞાન.
સુખની પૂર્વ અને સુખ પછી પણ દુઃખ છે. અરે સુખની સાથે પણ દુઃખ છે, એમ શાની સમજાવે છે.
નિર્દોષ સુખ, નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાંથી ભલે, એ દિવ્ય શક્તિમાન ****************** 203 ******************