________________
લાગ્યું જમાલિને. તેણે કહ્યું, કર્યું હોય તે જ કર્યું કહેવાય. ભગવાનની વાત ખોટી છે, કહી પોતાનો મત સ્થાપ્યો. તિષ્યગુપ્ત ઃ વસુ નામનાં ૧૪ પૂર્વધર મુનિનો શિષ્ય હતો. ઋષભપુરમાં હતો. જીવ પ્રાદેશિક મતનું પ્રરૂપણ કર્યું. મહાવીર ભગવાને ગૌતમને પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું કે, જીવના અસંખ્યાત પ્રદેશો છે. તેમાંથી એક પ્રદેશ પણ ઓછો હોય તો તે જીવ નથી કહી શકાતો. તિષ્યગુપ્ત આનો એવો અર્થ કરી મત સ્થાપ્યો કે, જે પ્રદેશ વગર જીવ જીવ નથી કહી શકાતો તે ચરમ પ્રદેશને
જ જીવ કેમ ના માનવો? ૩. અવ્યક્ત મત : “અષાઢ” નામના આચાર્યે એવો મત ફેલાવ્યો કે, કોઈ સાધુ
છે કે દેવ એમ નક્કી કહી ના શકાય. માટે કોઈ સાધુને વંદન ના કરવું એવી
એકાંત દૃષ્ટિનો પ્રચાર કર્યો. ૪. સામુચ્છેદિક નિર્ભવઃ સમુચ્છેદ-જન્મ થતાં જ અત્યંત નાશ. “અશ્વમિત્ર' નામના
સાધુએ મત ફેલાવ્યો હતો. અનુપ્રવાદ પૂર્વનું અધ્યયન કરતી વખતે વાંચવામાં
આવ્યું કે ઉત્પન્ન થતાં જ જીવ નષ્ટ થઈ જશેની શંકામાં મતનો કદાગ્રહ. ૫. ગંગઃ ઠેય નિહ્નવ. એક સમયમાં બે ક્રિયાનો અનુભવ થઈ શકે છે. માથે
સૂર્યની ગરમી અને પગમાં નદીના પાણીની ઠંડક અનુભવી આવો મત ફેલાવ્યો.
ગુરુએ “સમય'ની સૂક્ષ્મતા સમજાવવા પ્રયત્ન કર્યો છતાં કદાગ્રહ રાખ્યો. ૬. રોહગુપ્તઃ અથવા ષડુલૂક નિહ્નવ. ત્રેરાશિક મતનું પ્રરૂપણ કર્યું. જીવ-અજીવ
અને નોજીવ. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય, નામના જ
પદાર્થોનું ઉલૂક ગોત્રનો હોવાથી કરેલ પ્રરૂપણને કારણે પડુલૂક કહેવાયો. ૭. ગોષ્ઠામાહિલ : જીવ અને કર્મનો બંધ નહી પણ સ્પર્શ માત્ર હોય છે. આને
અબદ્ધિક' નિહ્નવ પણ કહે છે. ૮. બોટિકઃ શિવભૂતિ. વસ્ત્ર કષાયનું કારણ છે, પરિગ્રહરૂપ છે માટે ત્યાજય છે. =================K ૩૮૦ -KNEF==============