________________
આત્માનાં સાત અદ્ભૂત વિશેષણો ૧. ચેતન્ય સ્વરૂપ સ્વરૂપ-ગુણ, સ્વરૂપી-ગુણી,
સ્વરૂપી આત્મા અને સ્વરૂપ ચૈતન્ય ગુણ બંને ભિન્ન છે. અભિન્ન પણ છે. જ સર્વથા ભિન્ન નથી અને અભિન્ન પણ નથી. કારણ? કારણ કે પદાર્થ માત્રનું
સ્વરૂપ (ગુણ) પોતાનાં સ્વરૂપીને (ગુણીને) છોડીને રહી શક્તો નથી, માટે અભિન્ન છે. વળી સ્વરૂપી એ દ્રવ્ય હોય છે, જ્યારે સ્વરૂપ ગુણ હોય છે માટે ભિન્ન છે. આત્મા પોતાની અનંત શક્તિઓના માધ્યમથી જ શરીર, ઈન્દ્રિયો તથા મનનું સંચાલન કરવા સમર્થ છે. આત્માના ઉપયોગ વગરની ઈન્દ્રિયો અકિંચિત્કર છે. માટે જ આત્મા ચૈતન્ય સ્વરૂપવાળો છે. પ્રતિ સમય
ઉપયોગવંત છે. ૨. પરિણામી આત્મા : આ આત્મા કર્મબંધના યોગે એક અવસ્થાને ત્યાગી બીજી અવસ્થા સ્વીકારે છે.
જેને પરિણામી' કહે છે. જ આત્માને ફૂટસ્થ નિત્ય (કોઈ કાળે પણ જેમાં ફેરફાર ન થાય તે) અને ક્ષણિક
ધર્મી માનનારા કર્મોનો ભોગ આત્મા કરે છે તે કઈ રીતે ઘટાવશે? માટે તે માન્યતા ખોટી છે. સુખ અને દુઃખના અનુભવ તો થાય જ નહીં. આત્મા દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે, પર્યાય (શરીર)ની અપેક્ષાએ અનિત્ય છે. જીવ દ્રવ્ય કામય રહે છે પણ કરેલા કર્મોને ભોગવવા માટે એક શરીર નાશ પામે છે અને બીજા શરીરનું ઉત્પાદન થાય છે. આ કારણોને લીધે
આત્મા પરિણામ ધર્મી છે. ૩. કર્તા ઃ આત્મા મિથ્યાત્વ,અવિરતિ,પ્રમાદ,કષાય અને યોગથી કરાતા કનું
કર્તુત્વ ધર્મયુક્ત છે. અને જે કર્તા છે તે ભોક્તા પણ હોય છે. આત્મા પોતાના પાપ અને પુણ્યના ફળોને ભોગવી શકે છે.