________________
****
૪.
***
સાક્ષાત્ ભોક્તા : પોતાનાં જ કરેલાં પુણ્ય તથા પાપના કર્મોને પુરુષ સાક્ષાત્ ભોગવાનારો છે. ચૈતન્યમય આત્માના પ્રયત્ન વિના કંઈ જ કાર્ય કરી શકે નહીં માટે આત્મામાં કર્તૃત્વ અને ભોકતૃત્વ પણ છે.
૫.
સ્વદેહ પરિમાણ : જૈન દર્શનનો જવાબ છે કે આત્મા શરીર વ્યાપી છે, સર્વત્ર વ્યાપી નથી. આત્માના ગુણો શરીરમાં જ દેખાય છે. આત્માનાં જ્ઞાનાદિ ગુણો, સુખ- દુઃખ પર્યાયો શરીરમાં જ જણાય છે.
આત્મામાં સંકોચ તથા વિસ્તારની શક્તિ રહેલી છે. જેથી કીડી અને હાથી જેવા શરીરમાં આબાધરૂપે રહી શકે છે. પરંતુ અન્યના દુઃખોનું સંવેદન આપણને થતું નથી. આત્મા શરીર વ્યાપી હોવાથી તેના કોઈપણ ભાગમાં થતી વેદનાનો અનુભવ આત્માને થાય જ છે.
૬. પ્રતિ શરીર ભિન્ન ઃ પૂરા બ્રહ્માંડમાં એક જ આત્મા હોઈ શકે નહિં. પણ દરેક ચેતનવંત શરીરમાં જે આત્મા વસેલો છે તે ભિન્ન ભિન્ન છે. જો આખાય સંસારમાં એક જ આત્મા માનીએ તો બધાનાં શરીર, સુખ, દુ:ખ, જ્ઞાન, ઈચ્છા, રાગ, દ્વેષ અને મોહ-માયા પણ એક સરખા હોવા જોઈએ. આવો અનુભવ થતો નથી. પ્રત્યેક શરીરમાં આત્મા જુદો જુદો માનવાથી જ સંસારનો પ્રત્યક્ષ વ્યવહા૨ સત્યરૂપે અનુભવાશે.
૭. પાગલિક અદષ્ટ : આત્મા અજર, અમર, અછેદ્ય, અભેદ્ય છે. પરંતુ કર્મના આવરણોને કારણે વર્તમાનમાં એવો જણાતો નથી. પૌદ્ગલિક અદૃષ્ટ એવા કર્મ, માયા, પ્રકૃતિ, વાસનારૂપી માટીના ભારથી આત્માનું તૂંબડું ઢંકાઈ ગયેલું છે. નવા નવા શીરોમાં વેદનાઓ ભોગવવી પડે છે, ભવાંતરમાં રખડવું પડે છે. આદિ અદૃષ્ટ પુદ્ગલનો પ્રભાવ છે.
આત્માના યથાર્થ સ્વરૂપને ન જાણનાર, વિપરિત ભાષી અથવા અલીક ભાષી આત્મા આવતા ભવોમાં મૂંગાપણું, જડબુદ્ધિ, ખોડખાંપણવાળું શરીર, જાગુપ્સિત ભાષાને બોલનારો અને દુર્ગંધ મુખને પ્રાપ્ત કરનારો થશે એમ શાસ્ત્રનું કથન કહે છે.
****************** 32 ******************