________________
કર્મ પ્રકૃતિ - આઠ પ્રકારે કર્મ બંધન
– ક્ષમાશ્રમણ પ.પૂ.પૂર્ણાનંદજી મ.સા. * કર્મ પ્રકૃતિ :
મોહનીય કર્મ જ્યારે ઉદયમાં આવેલું હોય, ત્યારે જીવ વિર્યતાથી ઉપસ્થાન (પરલોક પ્રતિ ગમન) કરે. વીર્યતાનાં ૩ ભેદ છે. બાલવીર્યતા (અવિરતિ જીવ), પંડિતવીર્યતા (સર્વવિરતિ જીવ), બાલ પંડિતવીર્યતા (દેશવિરતિ જીવ). ઉપસ્થાન બાલવીર્યથી થાય.
મોહનીય કર્મ જ્યારે ઉદયમાં આવેલું હોય ત્યારે જીવ અપક્રમણ પણ કરે. (ઉત્તમ ગુણસ્થાનથી હીનતર ગુણસ્થાનકમાં જાય) તે પણ બાલવીર્યતાથી અને કદાચિત્ બાલપંડિત વીર્યતાથી.
કરેલા પાપકર્મને વેદ્યા વિના, અનુભવ્યા વિના નારક, તિર્યચ, મનુષ્ય અને દેવના જીવનો મોક્ષ થતો નથી. કર્મના બે ભેદ બતાવ્યા છે. પ્રદેશકર્મ અને અનુભાગ કર્મ. એમાં પ્રદેશકર્મ અવશ્ય વેદવું પડે છે. અનુભાગ કર્મ કેટલુંક વેદાય અને કેટલુંક નથી
વેદાતું.
વીર્યતા એટલે પ્રાણીપણું. “બાલ'નો અર્થ : જે જીવને સમ્યમ્ અર્થનો બોધ ન હોય અને સદ્ધોધકારક વિરતિ ન હોય તે જીવ બાલ અર્થાત્ મિથ્યાષ્ટિ જીવ કહેવાય છે.
જે જીવ સર્વપાપનો ત્યાગી હોય તે પંડિત એટલે સર્વવિરતિ હોય તે પંડિત. તેવી જ રીતે અમુક અંશે વિરતિ હોવાથી પંડિત અને અમુક અંશે ન હોવાથી બાલ માટે “બાલપંડિત' અર્થાત્ દેશવિરતિ જીવ.
જીવ આઠ પ્રકારે કર્મબંધન કેવી રીતે કરે?
આના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે, જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો ઉદયકાળ વર્તતો હોય ત્યારે દર્શનાવરણીય કર્મનો અનુભાવ પણ નિયમા હોય છે. આના વિપાકે દર્શનમોહનીય કર્મ (તત્ત્વને અતત્ત્વ તરીકે માનવું અને Vice versa આ મિથ્યાત્વ છે.) પણ હોય છે. ત્યારે જીવાત્મા આઠ પ્રકારે કર્મ બાંધે છે. =================K ૩૮૩ -KNEF==============