________________
બાંધવુ પડે છે, ત્યાર પછી તે ગતિ માટેનું નામકર્મ અને તે ગતિમાં લઈ જનાર આનુપૂર્તિ નામકર્મ ઉપાર્જવું પડે છે. શેષ સાતે કર્મોનો બંધ જીવાત્મા પ્રતિ સમયે કરે છે. કેમકે “જ્યાં ક્રિયા છે ત્યાં કર્મ છે.”
મનની વિચારધારાઓમાં અને ખાસ કરીને ભાવ મનમાં એક સમયને માટે પણ સ્થિરતા નથી. કારણ? ગત ભવોમાં ભોગવેલા પદાર્થોની સ્મૃતિ અને આ ભવમાં પદાર્થો મેળવવાની તત્પરતા. આ બે કારણોને લીધે મન સ્થિર રહેતું નથી. દ્રવ્યમનને સ્વાધીન કરવા સાલંબન ધ્યાન માટેના ઉત્તમ સાધનોનો સ્વીકાર કર્યા પછી પણ ભાવમનને સ્થિર કરવું અતિ દુર્લભ છે.
જે લેગ્યાનું ગ્રહણ કરીને જીવ મરણ પામે તે વેશ્યાવાળો થઈને બીજે ઠેકાણે જીવ ઉત્પન્ન થાય છે.
૧. પહેલાં, આગલા ભવના આયુષ્યનો બંધ. ૨. ત્યાર પછી, ગતિ માટેનું નામકર્મ બંધ. ૩. તે ગતિમાં લઈ જનાર આનુપૂર્તિ નામકર્મનો બંધ.
નિહ્નવવાદ ભગવાનનાં સિદ્ધાંતો સામે બળવો કરનારાને નિહ્નવ કહેવાય. નિનવવાદ: સ્વ કદાગ્રહને કારણે આગમ-પ્રતિપાદિત તત્ત્વોનો પરંપરાથી વિરૂદ્ધ અર્થ કરે તે નિહ્નવ કહેવાય. જેન દૃષ્ટિએ એ મિથ્યાત્વનો પ્રકાર છે. સૂત્રાર્થનો વિવાદ કરી શકાય છે પણ કદાગ્રહ રાખે ત્યારે નિહ્નવમાં
પરિણમે છે. * ૮ પ્રકાર નિતનવ મતો ? ૧. જમાલિઃ બહુરત મનનું પ્રરૂપણ કર્યું. મહાવીરનો જમાઈ તથા શિષ્ય બન્યો
હતો. મહાવીર ભગવાને કહેલ કે ક્રિયામા વૃત – કરાઈ રહેલું તે કર્યું કહેવાય. જમાલિએ તેના વિરૂદ્ધ બહુરત મત સ્થાપ્યો. વ્યવહાર ભાષાનું
ભગવાન મહાવીરનું વાક્ય “કડેમાણે કડે’ કરાતું હોય તે કર્યું કહેવાય. ખોટું =================K ૩૭૯-KNEF==============