________________
>>>>
܀
܀
܀
દર્શનાચાર
Overview - Synopsis
નાણુંમિ–દંસણુંમિ
પંચાચાર સૂત્રમાં ‘દર્શનાચાર’ આદિ આચારો.
દર્શનાચા૨ ૮ છે. નિઃશંક, નિષ્કાંક્ષા, નિર્વિતિગિચ્છા, અમૂઢ દ્રષ્ટિ, ઉપબૃહણા, સ્થિકિરણ, વાત્સલ્ય, પ્રભાવના.
સદ્ધર્મનું બીજ આત્મામાં વાવવાનું છે, જીવ ત્યારથી ચઢે. ભગવાન તથા જિનાજ્ઞામાં બહુમાન (ધર્મ જેટલું માન બીજે ક્યાંય નહીં.)
શ્રાવકના જીવનમાં દર્શનાચાર ફરજિયાત છે. દર્શનાચા૨ વગરનો શ્રાવક ‘આંધળો અરે જુએ તોયે ઊંધુ જુએ તેવો ‘મિથ્યાદ્રષ્ટિ’ કહ્યો છે. દર્શનગુણ એટલે ધર્મ જેવો છે તેવો જ દેખાય.
તે માટે ૮ દર્શનાચાર કહ્યા છે ઃ
૧. નિઃશંક : દેવ, ગુરુ, ધર્મ તણે વિષે નિઃશંકપણું ન કીધું. અતિચાર દૂર ક૨વાનો છે. પરમાત્મ તત્ત્વમાં અવિહડ શ્રદ્ધા. અત્યારે તો ગતિ-મતિઆલંબન બધું જ તત્ત્વત્રયી છે. વીતરાગ પરમેશ્વર તત્ત્વ ઉગમબિંદુ છે. ગુરુ માર્ગદર્શન આપે. ધર્મતત્ત્વથી આત્મકલ્યાણ સધાય.
૨. નિષ્કાંક્ષા : ‘મિથ્યાત્વ'માં કાંક્ષા, કામના, ઈચ્છા ન થવી જોઈએ. બધા ધર્મો અહિંસા-સત્ય સમજાવે છે, Packing અલગ છે. આવું માનવાથી કાંક્ષા અતિચાર દોષ લાગે છે. સમાન જ હોય તો માનવામાં વાંધો જ નથી. સમાનતા ઓછી છે, અસમાનતા વધુ. વીતરાગ ભગવાને જ્યાં સમાનતા છે તે સ્વીકારેલી જ છે. નિઃકાંક્ષા વફાદારી માગે. ‘ફેરફૂદડી’ ના રમાય. ૩. નિર્વિચિકિત્સા ઃ ભવ રોગની નિવારણ માટેની દવા તે ચિકિત્સા. તેના ફળમાં સંદેહ નહીં તે નિર્વિચિકિત્સા. ‘લોગસ્સ’માં આરૂગ્ગ બોહિ લાભમ્ - ભવ આરોગ્યની વાત છે. દાન કરીએ ત્યારે સંપત્તિ જાય છે તે કે, મહાલાભ ****************** 3 ******************