________________
આવે છે તે દેખાય છે. દવા લેવાથી સારું થવાનું છે, ફળ મળશે જ એ ભાવનામાં અધ્યાત્મ ફળ વિચારવાનું છે. આત્મિક સુખના ફળની ઈચ્છા (કાંક્ષા) પુણ્યાનુબંધી પુણ્યનું કારણ છે. વિશ્વાસ હશે તો દાન કરતાં તાકાત આવશે, હાથ ધૃજશે નહીં. * જે વસ્તુ જેની પાસે હોય તે લેવા તેની પાસે જવાય. ગુરુ ભગવંત પાસે
જઈ તેમના જેવા ગુણોની કાંક્ષા સેવીએ. જગતમાં સર્વ પાપોથી છૂટવા જિન વ્યવસ્થા સિવાય અન્ય વિકલ્પ નથી. સંસાર સુખ ભોગવીએ તેમ ઘટે, આધ્યાત્મિક સુખ ભોગવીએ તેમ વધે.
અનામિકાના ભાવમાં શ્રેયાંસનાથને સમ્યકુદર્શન થયું હતું. જ આરાધના કરતા જાઓ, સમજતા જાઓ. ‘જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષ માં
જ સ્યાદ્વાદ છે. ૪. અમૂઢ દ્રષ્ટિ : મૂઢતા : મોહ પરિણામ. દ્રષ્ટિ : ધર્મમાં આસ્થા.
શ્રાવકની અવસ્થા અપ્રમત્ત નથી માટે પૂજા, દર્શન, સામાયિક ક્રિયાઓ છે.
પુદ્ગલ સે ન્યારો પ્રભુ મેરો” એમ હરિભદ્રસૂરિ મહારાજ કહે છે. ૫. ઉપબૃહણ : સંસ્કૃત શબ્દ છે. અર્થ : પ્રશંસા, પ્રોત્સાહન.
છતી શક્તિએ ગુણિયલની પ્રશંસા ન કરો તો દોષ લાગે. જ ફક્ત ધાર્મિક સ્થાનમાં જ નહીં પરંતુ જ્યાં જ્યાં ધર્મપ્રવૃત્તિ કે ગુણિયલ
જીવો જુઓ ત્યાં બધે જ સદ્ભાવ-બહુમાન થાય જ. ઉપબૃહણા દર્શનાચાર દરેક ક્ષેત્રમાં આવશે. જ મનમાં શુભ ભાવ છે એની ખાત્રી શું? “આચાર” એની ખાત્રી છે. યાદ
રહે, શિથિલાચાર કે શિથિલાચારીનું સમર્થન મહાદોષ લગાડે છે. કે “સુમતિ' શ્રાવક આના કારણે પરમાધામી દેવ થયો અને અનંત સંસાર
વધાર્યો. સંઘમાં પણ ખોટું થતું હોય તો સમર્થન ન આપવું એ ઉપબૃહણા દર્શનાચારના પાલનરૂપ છે.