________________
મુક્તિ પ્રાતિનાં જ સાધના કારણો ૧. અપેક્ષા કારણ, ૨. નિમિત્ત કારણ, ૩. અસાધારણ કારણ, ૪. ઉપદાન કારણ ૧. અપેક્ષા – પૂર્વક કર્મ આધારિત મોક્ષ પ્રાપ્તિ માટે અનુકૂળ કાળ ચોથો
આરો, આર્યક્ષેત્ર, આર્યજાતિ, ઉચ્ચગોત્ર, સંજ્ઞિ પંચેન્દ્રિય મનુષ્ય ભવ તથા
વજઋષભનારા સંઘયણ અપેક્ષિત છે માટે સર્વેને અપેક્ષાકારણ ગણેલ છે. ૨. નિમિત્ત કારણ યોગાનુયોગ નિમિત્ત મળવાથી મુક્તિ-સિદ્ધિકાર્ય શક્ય બને.
જડ નિમિત્ત : ચરવળો, મુહપત્તી, કટાસણું, આસન, મંદિર
ચેતન નિમિત્ત : દેવ, ગુરુ, ધર્મ. ૩. અસાધારણ કારણ અપેક્ષા અને નિમિત્ત કારણો મળતાં અંતઃકરણની શુદ્ધિ
થવી આસાધારણ કારણ કહેવાય. જેમકે મંદિર-મૂર્તિ, આગમગ્રંથ-ધર્મ, દેવ-ગુરુ નિમિત્ત. તેનાથી ક્રોધ-માન-માયા-લોભનું શમન, ઉપશમન થવું તે અસાધારણ કારણ. ઉપાદાન કારણઃ ઉપાદાન કારણ એટલે આત્મા. સ્વયં આત્માનો મોક્ષ થઈ શકે છે અને થાય છે. અપેક્ષા અને નિમિત્તની પ્રાપ્તિ ક્રમથી છે. તે પ્રાપ્ત થયા પછી અસાધારણ કારણ અને ઉપાદાન કારણ પામવાની શક્યતા ઊભી થાય છે. ગુણસ્થાનક ક્રમારોહ ચોથા ગુણસ્થાનકથી શરૂ કરી – સમ્યક્ત, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે સાધક અવસ્થાઓ એટલે અસાધારણ કારણ. કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં અસાધારણ કારણ અને ઉપાદાન કારણ એક થઈ જાય છે. ગુણ અને ગુણી અભેદ થઈ જાય છે.
==============k ૬૨
=======
====