________________
܀
****
બધા જ સંબંધ સ્નેહબંધન છે. આ પાશ-બંધનને છેદનાર જ આનંદની જિંદગી જીવે છે અને અંતે કર્મોના બંધન પણ તોડી શાશ્વત સુખના સ્વામી બને છે.
*
જીવને નમવાની કળા મહાવીર ભગવાને શીખવાડી છે. નમસ્કાર અનેક વિઘ્નો અને વિપદાનો નાશ કરી આત્મામાં મહાન ગુણનું સર્જન કરે છે! જીવ વિનયવાન બને છે.
પ્રભુનો એક શબ્દ પણ દર્પણ બની જાય છે અને તેમાં સત્ય પ્રતિબિંબિત થાય છે, જે અકલ્પનીય પરિવર્તન લાવે છે.
દરેક શબ્દમાં સંગીત હોય છે. દરેક જીવનમાં કવિતા અને દરેક આંખોમાં પ્રકાશ અને ગહનતા વિસ્તરેલા જ હોય છે.
તીર્થ, પ્રવચન, સંઘ, શાસન આ એક જ વસ્તુના નામો છે.
* મળ્યું છે ત્યાં નજ૨ પહોંચતી નથી, જે નથી મળ્યું ત્યાંજ તમારી નજર ચોંટેલી છે. ન મળેલાની ઝંખનામાં મળેલું છૂટી ન જાય!
પ્રણામ ક૨વાથી (બે ગોઠણ, બે હથેળી ને મસ્તક આ પાંચે વાના ધરતી ૫૨ જોડીને કરાતા પંચાંગ પ્રણિપાત) આપણા શરીરનો આકાર મંગળ કળશ જેવો થાય છે. ગુણના સાગરમાં ગાગર થઈને જાણે વળ્યા, એટલે ભરાયા વિના ના જ રહે !
* દુનિયામાં નમસ્કાર, પ્રણામ, વંદન ભારત સિવાય બીજે ક્યાંય નથી. તીર્થંક૨ પ્રભુની દેન અજોડ જ હોય!
* ભગવાન પણ સિદ્ધોને નમસ્કાર કરે છે!
પ્રભુના સભ્યો સીધા જ અંદર આત્મામાં ઉતરી જાય છે. કારણ એની તાસીર જ એવી છે. એ અસર કરે જ!
અસ્તિત્ત્વનું આવું છે. બધું જ છે પણ જે જેવું છે તે તેવું તમને જણાયું નથી. જાણ્યું જ નહીં, તમો જોયું જ નહીં. તો શું છે ? કાંઈ જ નથી. તો પછી
****************** ce ******************