________________
ક બીજાના દોષ કાઢવા નકામા છે, માત્ર સ્વયંનું જ સમજાતું નથી ! જ સંસારની વ્યવસ્થામાં ક્યાંય અંધાધૂંધી કે છીના-છપટી નથી. જેટલું અને
જેવું મળવું જોઈતું હતું તેટલું ને તેવું જ આપણને મળે છે. આખરે તો જેવું વાવ્યું તેવું જ ઉગે છે, ને જેટલું ખર્યું હોય તેટલું જ મળે છે. આમાં રોદણાં રોવા, અસંતોષ રાખવો કે કોઈ બીજાના દોષ કાઢવા નકામા છે. તીર્થંકર પરમાત્મા સંસારની સર્વશ્રેષ્ઠ હસ્તિ અને ઉત્તમોત્તમ પાત્ર છે. તેમના નામ કે નિમિત્તે જે કાંઈ દ્રવ્ય આવે-ઉપજે તે બધું જ દેવદ્રવ્ય કહેવાય. આ દ્રવ્ય દહેરાસર, મૂર્તિ કે જીર્ણ દહેરાના ઉદ્ધારમાં જ ખર્ચાય અને તેનો અચિંત્ય
લાભ મળે. જ પ્રેમ અને વાત્સલ્ય વગેરે એવી વસ્તુ છે કે જેમ જેમ પરિચય વધે, જેમ જેમ
સામિપ્ય વધે તેમ પ્રીતિ-ભક્તિ ને અનુરાગ વધે છે. તમે અંદરથી ભરાઈ
જજો. ક્યાંક એવું ના બને કે બીજું બધું ભરવામાં તમે અંદરથી ખાલી જ રહો. કે ભગવાન કહે છે, લાખો વર્ષો પછી આવા સુંદર સંયોગો તમને મળ્યા છે,
તેને તમે બરબાદ ના કરતા.
* મહાભાગ મનુષતન પાઈ, વામે ભી કછુ કરી ન કમાઈ! જ માણસને કેટકેટલું મળે છે? કો'ક જ મળેલું સફળ કરી જાણે છે! એને
બધાનું બધું જ સમજાય છે, માત્ર સ્વર્યાનું સમજાતું નથી. - વિનય તો આત્માની મોટી સંપદા છે. વિનયહીન આત્મા જેવો દુ:ખી કે દરિદ્રી
અને રોગી બીજો કોઈ નથી. વિનય વિના વિદ્યા ચઢે નહીં. જીવોના ઉપકાર માટે, કાળનો પ્રભાવ જાણીને મહાવીર ભગવાને વક્ર અને જડ પ્રજાને પાંચ વ્રતનો ઉપદેશ દીધો છે. પ્રથમ જિનેશ્વરના સમયની પ્રજાને સરળ અને જડ તથા મધ્ય બાવીસ જિનેશ્વરોના સમયની પ્રજાને ઋજુ અને
પ્રાજ્ઞ કહ્યાં. * પરાધિનતા ઘોર બંધન છે. મમત્વ માયાના બંધન કપરા અને જટીલ છે. =================k ૮૮ -KNEF==============