________________
****
૪ લાખ શ્લોક પ્રમાણ સાહિત્યનો મર્મ એક જ શ્લોકમાં : શરીરશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને કામશાસ્ત્ર. ૪ શાસ્ત્રોનો સાર :
* જમેલું હજમ ન થાય, ખાધેલું જ્યાં સુધી પચે નહીં ત્યાં સુધી જમવું નહીં.
* જીવો પર દયા કરવી, દયાળુ થાવ.
* રાજનીતિમાં કોઈનો વિશ્વાસ કરવો નહીં, સગા પુત્ર કે બાપનો ય નહીં. ★ કામશાસ્ત્ર : સ્ત્રી સાથે કઠો૨ વ્યવહા૨ ક૨વો નહીં, જેટલી મૃદુતા રાખો એટલી એ વશમાં રહે. સ્ત્રીએ પુરુષ સાથે પણ એમ વર્તવું.
* દુ:ખથી છૂટવું એટલું કઠણ નથી જેટલું સુખથી છૂટવું કઠણ છે. તમારી પાસે છોડવા માટે કંઈ નથી, આવડો મોટો સૌધર્મેન્દ્ર તમારે ત્યાં અવતરવા (દેવમાંથી માનવ ભવ લેવા) ૩૨ લાખ વિમાનની સંપદા છોડવા રાજી છે.
યાદ રહે, આપણો આ અવતાર ઘણો મોંઘો છે, ઘણું સહીને મળ્યો છે. જાણવાની તાલાવેલી, સમ્યક્ત્તાન-જિજ્ઞાસાની તરસ તમને વીતરાગ વાણીના તળાવ પાસે લઈ જશે.
કમજોરી અને કાયરતા અલગ અલગ વાતો છે. તમે કાયર ના બનતા પ્રભુએ કેવું કેવું તપ કર્યું? તપ વિના મુક્તિ નથી. તપની આદત પાડજો. વાહ, કેવી સુંદર વાત? અસંખ્ય ઈન્દ્રો એકઠાં થઈને જે નથી કરી શકતા તે એક અદનો આદમી કરી શકે છે. આવું તમારું સૌભાગ્ય પ૨મ મળ્યું છે, તમને!
પ્રાયશ્ચિત્ત, વિનય, ગુરુભક્તિ, સ્વાધ્યાય, ધ્યાન આદિ કરી આત્માને નિર્મળ ક૨જો. તપને ના ભૂલતાં!
પૈસો વધવાથી ક્લેશ, બિમારી, અવિશ્વાસ ને વિવાદ વધે છે. કોઈ ને કોઈ ફિકર અવશ્ય ઊભી થાય છે, એને કલ્યાણ માર્ગે વાપરજો. ****************** • ******************