________________
米米
܀
܀
***
સ્વાધ્યાયથી જ્ઞાન ભણવાથી શ્રુતધર્મની આરાધના થાય છે. એક ઉત્તમ અનુષ્ઠાન થાય છે. જબરજસ્ત ઉત્તમ ક્ષયોપશમ થવાથી મતિ ઘણી ઉત્તમ અને સતેજ થાય છે ને તેથી અદ્ભૂત જ્ઞાન સંપદા પ્રાપ્ત થાય. યાદ છે ને ? સ્થૂલિભદ્ર મહારાજની સાતે બહેનોને ગજબનો ક્ષયોપશમ હતો. પહેલી એકવાર, બીજી બેવાર સાંભળે ને બધું જ યાદ રહી જાય એમ સાતમી ૭ વાર સાંભળે અને બધું જ યાદ.
સામાયિક કેમ લેવાનું? જ્ઞાન ઉપાર્જન કરવું છે? દ્વાદશાંગીના મૂળરૂપ સૂત્રોની પોથી, ગ્રંથ સાપડા પર મૂકી ૩ પ્રદક્ષિણા અને ૫ ખમાસણા દઈને સામાયિક લેજો.
મતિ સારી નહીં તો શ્રુત પણ સારું ના ચડે. કુમતિથી બધું ખરાબ જ લાગશે. ખરાબ સારું લાગશે, આખાને ખોટા કરી દેશે. મતિ તેવી ગતિ.
કાળ સતત પરિવર્તન સ્વભાવી છે. જીવ અને જડ પ૨ કાળનું પરિવર્તન ચોખ્ખું દેખાય છે. આપણો ચહેરો રોજ બદલાય છે, જોતાં આવડવું જોઈએ! જેઓ જ્ઞાન કે જ્ઞાનીની અવહેલના-અવધારણા કરે છે તેઓ પરભવે ગંદા, ગરીબ, બુદ્ધિ વિનાના કે દુષ્ટ બુદ્ધિવાળા, તોતડા, બોબડા, રોગી અને અપંગ થાય છે. શ્રદ્ધાહિનને જ્ઞાન ક્યારેય ફળતું નથી. મારુષ, માતુષ (નારાજ નથી, રાજી પણ નહીં), અટલ શ્રદ્ધામાં ‘માસતુષ’ ગોખવું. સરળતાને યોગે કેવળજ્ઞાન પામ્યા. જ્ઞાનનો મહિમા શ્રદ્ધાથી સજીવ થાય છે.
૫૨માત્માનું જ્ઞાન તમને પહેલા જેવા રહેવા જ ના દે, તરત બદલી નાખશે. તમને સંયમી બનાવી નાખશે, જાણે દૂધમાંથી ઘી બની ગયું. હવે ઘીનું દૂધ
દહીં ના થાય. એ એમાં ભળી જ ના શકે!
જો બધું જ મૂકીને ચાલ્યા જવાનું છે તો મજાથી જઈએ. પછી ખબર પડે કે, આવી રૂડી ભક્તિ મેં પહેલા ન જાણી,
સંસારની માયામાં વલોવ્યું મેં પાણી.
****************** ** ******************