________________
રાજા સાવ બદલાઈ ગયો હતો. પરિવર્તન એ ધાર્મિકતાની “ખબર છે, તેનાથી આખો આત્મા રૂપાંતરિત થઈ જાય છે.
તમે ઘણું બચાવીને ભેગું કરો પણ તમે જ નહીં બચો તો બચાવેલાનું શું? તમે ભલે ધનના ઢગલા કર્યા પણ તમારા બંને હાથ તો ખાલી જ રહ્યા. મળેલા ધનનો સદુપયોગ જ ધન અને બુદ્ધિનું સાફલ્ય છે, અન્યથા એ ધન બોજો છે. ભગવાન મહાવીરની વીતરાગતા પર નજર કેન્દ્રિત કરો. ફાલતુ બધું જ છોડી દો. જરાક અંતર્મુખ થવાથી ઘણું જ સમજાવા લાગશે.
તમે તમારા હૈયાને સરળ રાખજો, બુદ્ધિને નિર્મળ. કેટલું જાણો છો તે મહત્ત્વનું નથી, તમારા ઈરાદા શું છે તે ખાસ વાત છે. પરલોક ઈરાદા પર ઊભો છે.
જ્ઞાનનો મહિમા “અંતિમ દેશના'માં ભગવાન મહાવીર કહે છે :
જીવ જન્મ ને મરે, ખાય ધરાય ને પાછો ભૂખ્યો થાય. હસે ને પાછો રડે. ચડે ને પાછો પડે. રાજા થઈને ભિખારી પણ બને. આ બધાથી છૂટવાનો એક માર્ગ છે : સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગ. જ્ઞાન વિનાનું જીવન માત્ર અથડામણ છે. તે માટે વિવેકબુદ્ધિ જોઈએ. માટીના ઢેફામાં સોનું છૂપાયું છે તેમ કર્મરૂપી વાદળામાં સૂર્ય જેવો આત્મા છૂપાયેલો છે. પુરુષાર્થ કરો, વાદળા વિખરાઈ જશે. રોજ સૂત્રો ગોખશો તો થોડા વખતમાં ન્યાલ થઈ જશો. શરીરની પળોજણમાં જ બધું વેડફી ન નાખતા, થોડી આત્માની ખેવના કરો. * નાના રંપત્તિ તિવૈયા | તીર્થકરો ક્યારેય અન્યથા જ્ઞાન વિના બોલતા
જ નથી. * તમેવ સર્વ નિવે નં નિહિં ચં ા એ જ સાચું, નિઃશંક, નિઃસંદેહ
છે જે જિનેશ્વરે ફરમાવ્યું છે! =================k ૮૫ -KNEF==============