________________
ધાર્મિકતા એક એવી ગુણવત્તા છે જેમાં સચ્ચાઈ, પ્રમાણિકતા, સ્વાભાવિકતા, સાહજિકતા, અસ્તિત્ત્વ સાથે એક ગહન આત્મીયતાનો ભાવ, એક પ્રેમાળ હૃદય અને સર્વ સાથે મૈત્રિની ઉર્મિઓ ઉત્પન્ન થાય છે. એક આંતરિક ભગવાનનો જન્મ થાય છે. અનુભવ તમને ધર્મની અસીમ મીઠાસનો અને તેના સત્યનો પૂરો સ્વાદ આપી શકશે. સરળતાનો ગુણ અસીમ પ્રગતિ કરી આપે છે માટે સરળતા કેળવો. रंग-बहारें आलम है, क्या फिक्र है तुजको ऐ साकी ।
महफिल तो तेरी सुनी न हुई, दो उठ भी गए, दो आ भी गए ।। आपके होने न होने से दुनिया को क्या फर्क पडता है ?
શ્રેણિક રાજાએ પ્રથમવાર પોતાનાં કરતાં ઘણો જ મોટો માણસ જોયો. આજે તેને ચેલ્લણાની વાતમાં દમ હતો તેવું લાગ્યું.
यही बहसें रही सबमें, वो कैसे है? वो कैसे थे ?
यही सुनते हुए गुजरी, वो ऐसे है, वो ऐसे थे ।। આ આવા છે અને તે તેવા છે. આમાં આખી જિંદગી પૂરી કરી નાખી. સમજવાનું કે મહાન સમ્રાટ, રાજકુમાર, ચક્રવર્તી અને તીર્થકર-ભગવાનને પણ ધર્મ વિના ચાલ્યું નહીં. તેમણે ઘોષણા કરી જગને સમજાવ્યું કે, ધર્મ સિવાય કોઈનો આધાર નથી. બધા સવાલનો એક જ જવાબ. બધા રોગનો એક જ ઈલાજ છે. ધર્મ જ મુક્તિ આપશે.
કપાઈ ગયોલા મૂળવાળુ વૃક્ષ, યુદ્ધમાં માથુ કપાયેલો યોદ્ધો અને ધર્મ વિનાનો ધનપતિ આ ત્રણે કેટલો વખત ટકશે? થોડીવાર પછી પડી જશે.
ખોવાયા ગુમાવ્યા પછી તો ખબર પડે છે કે, આપણી પાસે એ હતું. અનાથિ મુનિની બુલંદી, મગધના સમ્રાટને વામણી બનાવી ગઈ. શ્રેણિકને ચેલ્લણાની વાત સમજમાં આવવા લાગી. આપે આજે મને અનાથતાનું સત્ય સ્વરૂપ સમજાવી મહાભાગ્યશાળી બનાવી દીધો. તમારો મોટો ઉપકાર, હું તમને ખમાવું છું.
=================k ૮૪ -KNEF==============