________________
અંતમાં આંટલી વાત સમજીએ * કળી ખીલશે અને ફૂલ મુરજાશે. * સચ્ચાઈ જે બચવા માગે છે તે એક નવી ભૂલ કરવાની તેયારી કરે છે.
શ્રીકૃષ્ણ મહારાજાને રાજ્ય, રાણીઓ, વૈભવ અને વિલાસ બહુ ગમતાં પણ હૈયામાં મુક્તિ, ધર્મ, પરમપદનો જ વાસ હતો. બધું પ્રારબ્ધથી જ મળે છે, ધર્મ પુરુષાર્થથી જ મળે. ધર્મના બદલામાં કોઈપણ વસ્તુ માંગીએ તો નિયાણું કહેવાય. એ શક્તિ અને સંપત્તિ જાણે શાપિત હોય તેમ શાંતિ ના આપે. મળ્યાનું પણ મોટું દુ:ખ છે. સાચવવાની ચિંતામાં જ એક દિવસ ચત્તાપાટ સૂઈ જવાના ને કદી બેઠા નહીં થઈ શકવાના! લગ્ન એ માણસને નાથવાની ગહન વ્યવસ્થા છે. માણસ તો ભગવાન જેવો છે પણ પોતાની આદતે ગુલામ થયો છે. આજે માણસને કંઈ નથી જોઈતું, કાલે એ જ માણસને આખી દુનિયા ઓછી પડે છે! દુનિયાની બધી દોલત પણ ઓછી પડે છે! મોક્ષ કોઈ આજે આપતું હોય તો કહીશું, “પછી વાત, આટલી ઉતાવળ શું છે? માણસ ઈચ્છા-વાસનામાં જીવે છે. માંગણીઓથી આપણે ગંદા થઈ ગયા છીએ. માણસ નાની વસ્તુ માટે ઝઘડે છે, મોક્ષ માટે રીસામણાય નથી કરતો. આત્માના ઊંડાણથી નીકળેલા શબ્દોમાં કોઈ અજબ ટંકાર હોય છે. એનો પડઘો સજીવ અને બુલંદ હોય છે.
માણસને કેટકેટલું મળે છે? કો'ક જ મળેલું સફળ કરી જાણે છે ! * કેટલું અને જેવું મળવું જોઈતું હોય તેટલું જ ને તેવું જ આપણને મળે છે.
આમાં રોંદણા રોવા, અસંતોષ રાખવો કે કોઈના દોષ કાઢવા નકામાં છે. પુણ્યના ફળ હોંશે હોંશે લેનારો પુણ્ય રોતાં રોતાં ય કરવા તૈયાર નથી.
અને પાપના ફળ સપનામાંય ગમતાં નથી ને પાપ છોડવું નથી! ================= ૧૩૦ KNEF==============