________________
જીવ-અજીવ જાણી લો જીવની જેમ અજીવ પણ અસીમ, અપરિમેય ને અદ્ભુત છે. જીવો પર મોટો જાદુ અજીવનો ચાલે છે. અજીવના પરિણામે જીવ ભગવાનને સહેલાઈથી ભૂલી જાય છે. જે બધું સુંદર-સોહામણું લાગે છે, કિંમતી ને દુર્લભ લાગે છે તે બધું જ વાસ્તવમાં જીવોના શરીર માત્ર છે. તે જીવોના શરીરમાંથી બનાવેલી-કાઢેલી વસ્તુ જ છે. આંખથી દેખાતી આખી દુનિયા, જીવોના જીવતાં કે છોડી દીધેલા શરીરો જ છે, તે સિવાય કાંઈ નથી. અજીવમાં જીવનું દર્શન કરવાનું છે.
જેની પાસે જ્ઞાન નથી, જેણે જીવ-અજીવથી ભરેલું આ વિશ્વ જેમ છે તેમ જાણ્યું નહીં તે દુનિયાના કાવાદાવા, કાવતરા, દગા ને સાજીશનો શિકાર થશે. ઉપદ્રવ ને પ્રપંચમાં જીવન પૂરું કરી દેશે. આવું શ્રાવકનું કુળ, ભગવાન વીતરાગનું શાસન, પ્રભુનો દયામય ધર્મ, નિગ્રંથ ત્યાગી ગુરુભગવંતો કરોડો ભવ કરતાં પણ હાથમાં નહીં આવે. હાથમાંથી જતું રહે પછી પસ્તાવો શું કામ આવશે? પત ન શીવામિ I ગયેલા મામલાને રડતાં નહીં, ઊભા થઈ કામે લાગી જાવ. યાદ રહે, આપણી વાર્તા ઘોડીયામાંથી માંડી સ્મશાન સુધીની છે. જીવને ઓળખીએ. અજીવ અને નવસાત તત્ત્વોનું જ્ઞાન મેળવીએ. જીવન ટૂંકુ છે. મહાવીરની જેમ હેત વરસાવીએ. ધન્ય થઈ જઈએ. ક્ષમાવંત, કરૂણામય અને “સવિ જીવ કરું શાસન રસીની અનન્ય મૈત્રીભાવનાનું મનમાં આરોપણ કરીએ.
પરમાત્માનો આ હેતવાળો, પ્રીતિ ને કરૂણાવાળો ભાવ આપણી પાસે છે. આપણે એ જ ભાવ બીજાને આપીએ તો પ્રભુની કરૂણા પાછી વહેવા લાગે અને આ જગતિ જાગતી થઈ જાય. ગગન અહિંસાના આઘોષથી ગૂંજી ઊઠે. પખિ પ્રતિક્રમણમાં બોલાતા મોટાં અતિચાર એકવાર ખૂબ નિરાંતે વિચારજો. જીવઅજીવ જાણી લો, સમજી લો તો સમગ્ર વિશ્વ સહેજે સમજાઈ જશે. પોતાના દુ:ખ રચે ટળવાના નથી, પ્રિતથી ક્ષમા આપી સહન કરી લો, દુઃખ ટળી જશે. આ એક જ ઉપાય છે, મુક્ત થવાનો, દુઃખ મૂકાવાનો! Kakkkkkkkkkkkkkkkk ૧૨૯-kkkkkkkkkkkkkkkkkk