________________
****
***
જેણે સ્વયંનું ખેતર ખેડી રાખ્યું છે ત્યાં વરસાદ સફળ થશે. વરસાદ જેવો કોઈ દાતા નથી. પલકમાં બધું છલકાવી દેશે. પ્રભુની પિછાણ થવા લાગે પછી ભગવત્તા દૂર નથી. ભગવાન તો અમથાય આપણી સાવ સમીપ છે. આપણે જ તેનાથી દૂર થઈ ગયા. એ અવિનાશીનો સાદ સંભળાઈ જાય તો વળી દેખાઈ જાય. ક્ષણમાં સંભવે છે. જ્ઞાનનો પરમ પ્રકાશ લાખ વરસનાં અંધારા દૂર કરી દે છે.
થોડો સમય તમે રોજ જ કાઢજો. નિરાંતે થોડું અધ્યયન ક૨ો, ગોખજો, સ્વાધ્યાય કરજો. અહિંસા પરમ ધર્મ છે. અહિંસા સાચી રીતે સમજવી હોય તો જીવ-અજીવના પ્રકાર, તેની ઉત્પત્તિના પ્રકાર, તેના સ્થાન, તેની મૂળભૂત સ્થિતિ, તેની ગતિ-અગતિ, વિકાસ અને અવરોધ બધું જાણવું પડે. ભગવાને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં કેવું સુંદર સમજાવ્યું કે, “હે ગુણવંતો! આવો, મને જે મળ્યું છે, તે તમને પણ મળી જાય અને તમારી સઘળી વિપદા ટળી જાય. તમને શાશ્વતુ ધામ, મુક્તિ મળી જાય !''
એ સમજણ જેને પ્રગટી, જેમનામાં પાત્રતા હતી, યોગ્યતા હતી તેમણે એ વાણી શ્રદ્ધા અને ધીરજથી સમજી લીધી. જીવ-અજીવનો અભ્યાસ, તત્ત્વોનું અધ્યયન કરવા માંડ્યું. મનન અને મંથનથી અચરજનો પાર ન રહ્યો. આનંદ માણવા માંડ્યા. આવું તો ધાર્યું કે વિચાર્યું નહોતું... કેવું ? કેટલું ક્ષણિક ? કેવું ઝડપથી બધું જ બદલાઈ રહ્યું છે. હાથમાં હતું ને જણાયું જ નહીં! ગધેડા ૫૨ બેસી કુંભાર ગધેડો શોધ્યા કરે અને કુંભારને અચંબો થયો, સવા૨ થઈ દોડ્યો. ‘કેડમાં છોકરું ને ગામમાં ગોતે' એના જેવું થાય.
તમે જીવનમાં થોડુંક જ્ઞાન મેળવી લેજો. તે તમને ભવોભવ સમજુ ને સુખી ક૨શે. ૪ ગતિ, ૨૪ દંડક, ૮૪ લાખ યોનિમાં જીવ જન્મે છે. સુખ-દુઃખ જેનાં પ્રકા૨નો કોઈ પા૨ નથી તેને કેવી કેવી રીતે અનુભવે છે ? ગમે તેવો મોટો માણસ પણ થાકી જાય છે, મૃત્યુ પામે છે, વિસરાઈ જાય છે. માટે જ પ્રભુનું જ્ઞાન આપણને સાચી સ્થિતિનું ભાન કરાવે છે, ધાર્મિક બનાવે છે. ધાર્મિક આત્માનો પ્રભુ સાથે સંબંધ બંધાય છે. પૂરાણો સંબંધ પૂરાણો થાય છે. ધર્મ અને પ્રભુ જુદા નથી. ****************** 922 ******************