________________
જ આઠમો ધર્મ શૌચ-પવિત્રતા છે? મનને ગંદુ કરવાનું નહીં. સારા પુસ્તકો
વસાવજો-વાંચજો-વંચાવજો. મન ચોખ્ખું થશે. પ્રભુની વાણી જ મન ધોવાનું નિર્મળ પાણી છે. અમિરાત સ્વયંમાં છે. નસીબના ભારામાં એકાદ પુણ્યનું લાકડું પડ્યું જ હશે. નવમો ધર્મ અકિંચન કિંચન-કાંઈક, અકિંચન-કાંઈ જ નહીં, અપરિગ્રહ. જેટલું પાસે વધારે તેટલો ભય વધારે. તમારે પાસે છોડવા જેવું કાંઈ નથી.
સૌધર્મેન્દ્ર તમારે ત્યાં જન્મવા ૩૨ લાખ વિમાનની સંપદા છોડવા રાજી છે. * દશમો ધર્મ બ્રહ્મચર્ય : વાડો. જીવનની વાડ પ્રતિજ્ઞા છે.
દશ પ્રકારનાં ધર્મ પાળનારો સંસાર ચક્રમાંથી છૂટી જાય છે. શ્રાવકની ૧૧ પડિયા-પ્રતિમા :
આનંદ શ્રાવક, કામદેવ, તેટલીપુત્ર, કુંડકોલિક, મહાશતક ઉત્તમ શ્રાવકો હતાં. ભગવાને સાધુઓમાં તેમનાં વખાણ કર્યા છે.
મહાશતક શ્રાવક : દસ ઉત્તમ શ્રાવકોમાનાં એક હતા. ઉત્તમ વ્રતધારી, પ્રતિભાવાદી, ગીતાર્થ ને પ્રભાવક હતા. છેલ્લે રેવતી નામની સુંદર સોહામણી કન્યાને પરણ્યા હતા. આમ છતાં જીવન ધન્ય બનાવ્યું. ભગવાને વખાણ્યું.
માણસ પાસે સંપત્તિના ઢગલા, દોમ દોમ સાહ્યબી, આખી ધરતી પર ફેલાયેલી પોતાની સત્તા, ધાર્યું કરવાની બહેકાવતી કુશળતા, ભોગોની વિપુલ સામગ્રી, કીર્તિના મજબૂત કોટડા, બળ-બુદ્ધિ ને ચતુરાઈના અખૂટ ભંડાર પાસે હોવા છતાં અંદરનું ખાલીપણું જરાય ભરાતું નથી!
ખરેખર એ અંદર સાવ ખાલી હોય ત્યારે બહારનું મેળવવા ખૂબ મથે છે. હું કહું તેમ જ થવું જોઈએ. હું સરદાર, હું પ્રમુખ, હું ધનવાન, હું સત્તાવાન, અંદર બધું ખાલી જ ખાલી!
સામાએ મારી મહત્તા કબૂલી લીધી. બધું જ કાવાદાવાથી ભરેલું. ધાર્યું ન થાય તો દુઃખી દુઃખી થાય.