________________
>>
પ્રેમ અને કરૂણાનું શુદ્ધ સ્વરૂપ તે ક્ષમા. પ્રીત, મૈત્રી અને કરૂણા વિના ક્યારેય ક્ષમા આપી શકાતી નથી. આત્માને ક્ષમાવાન બનવા માટે ઘણી જ ઊંડી સમજણ, અસીમ પ્રેમ, અમાપ વાત્સલ્ય, અખૂટ શ્રદ્ધા, અગાધ મૈત્રી, અનુપમ સામર્થ્યવીરતાની જરૂર પડે છે. અઢી અક્ષ૨નો શબ્દ ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્' તરીકે કહેવાયો છે. ક્ષમતા-તમારામાં કેટલી શક્તિ છે તેનો અંદાજ ક્ષમાથી જ માપી શકાય છે. ક્ષમા વડે આત્માનો ભાર નાશ પામે છે. ક્ષમાશીલ આત્માને ‘અજાતશત્રુ’ જેનો કોઈ ક્યારેય દુશ્મન ન હોય તે કહ્યો છે. આપણી પાસે ક્ષમા હોય જ છે, જરૂર પડે ત્યારે જ નથી હોતી.
નમ્રતા બીજો ધર્મ છે.
જ્યાં અભિમાન ત્યાં પતન, જ્યાં નમ્રતા ત્યાં ઉત્થાન.
જીવનમાં ક્યારેય ઉદ્ધત, ઉગ્ર, તોછડા, હલકા ને ઘમંડી ન થતાં. આંધી તોફાનમાં મોટા મોટા ઝાડ મૂળમાંથી ઉખડીને પટકાઈ જાય છે. કારણ કે તે વળીનમી નથી શકતા. સોનું સૌથી નરમ ધાતુ છે. જેમ વાળો, જ્યાંથી વાળો તે વળી જશે. સ૨ળતાથી વળે છે તેથી તેના સુંદર ઘરેણાં બને છે. ત્યાં સખ્તાઈ-અકડાઈ નથી. માણસ અહંથી અજાણ બને છે. નમ્રતાનો આ ગુણ કેળવવા જેવો છે.
܀
ત્રીજો ધર્મ સરળતા ઃ નિખાલસી અને સરળ જીવ કાંઈ ધર્મ વગેરે ન કરે તો પણ અવશ્ય સદ્ગતિ પામે. સરળતા ઉત્તમતાની નિશાની છે. જીવનમાં જેટલું મૂલ્ય શ્વાસનું છે એટલું જ વિશ્વાસનું છે.
ચોથો ધર્મ અનાસક્તિ : આસક્તિથી મુક્તિ છે.
પાંચમો ધર્મ તપ છે : સ્વાદ, ઈચ્છા, અભિલાષા ત્યાગ. તપથી નિર્જરા. કોટી ભવનાં કર્મો નાશ પામે, અંતરાય તૂટે, સિદ્ધિ મળે, તિથિએ તપ ફળે. છઠ્ઠો ધર્મ સંયમ છે : પોતાના ૫૨ નિયંત્રણ. સંયમ લગામ છે.
:
સાતમો ધર્મ સત્ય છે ઃ સત્ય ૫૨ સંસાર ઊભો છે. સત છોડે પત જાય. બધું પતી જાય. ****************** 92 € ******************