________________
પ્રભુની વાણી, ક્ષમા વિના ક્યારેય કલ્યાણ થવાનું નથી. જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી ચોક્કસ દુઃખ છે જ. ધર્મની ગહનતા અને આત્માના ઊંડા ચિંતનના મૂળમાં મૃત્યુ પડ્યું છે. આટઆટલું જીવન માટે જ કરીએ છીએ અને અંતમાં? બધું કરીને, મેળવીનેય જો મૂકી જ જવાનું છે તો આ બધું કર્યાનો શો અર્થ? ધર્મ સિવાય આપણને કોઈ જ આધાર નથી. સંસાર ઘોર જંગલરૂપ છે. પાતળી પગદંડી પર સાવધાનીથી ચાલવાનું છે.
નીતિ અને ધર્મમાં ફરક છે તે સમજીએ. નીતિમાં કરવા ન કરવાના વર્તનની વાત આવે. ધર્મમાં થવા ન થવાની વાત આવે.
આમ, નીતિમાં કરવું ન કરવુંની વાત, ધર્મમાં થવું ન થવુંની વાત. જ અરિહંતના શરણે જતાં નિર્ભયતા આવે છે. તેથી જ મહાન સમતાની
પણ પ્રાપ્તિ થાય છે. જ “સોડહમ્ સોડમ્' તે જ હું પણ છું, હું પણ અરિહંત સ્વરૂપ છું, સિદ્ધ
સ્વરૂપ છું. એ છે સોડમૂનો અર્થ. * જેનો મદ કરીએ તે વસ્તુ ભવાંતરમાં મળતી નથી. જ અંદરનો ખાલીપો માણસ ઢાંકતો ફરે છે, તેને ગુણોથી ભરો. - થોડું પણ આપવાની ના પાડનારો દૂર્યોધન બધું જ મૂકીને મરી ગયો.
જ્ઞાન-પંડિતાઈ-સમજણનો બોજો ભારે છે, માથા પર ઉપાડી ના ફરતા. ૯ બ્રહ્મચર્યની ગુપ્તિ ઃ ભારે ભોજન, તૃષ્ણા ત્યાગ, ભોગોપભોગ સ્મૃતિ વર્જન, ઉત્તેજક વર્જન ખોરાક, વસતિ, શયન-આસન, રોગયુક્ત કથા, ઈન્દ્રિય નિરોધ, શૃંગાર ત્યાગ.
૧૦ ધર્મ ૧૦ પ્રકારે શ્રમણ ધર્મઃ ક્ષમા, માદેવ, આર્જવ, આનાસક્તિ, તપ, સંયમ, શુદ્ધિ, પવિત્રતા, ત્યાગ, બ્રહ્મચર્ય.
૧૧ શ્રાવકની પ્રતિમાઓ. ૧૨ સાધુની પ્રતિમાઓ. =================^ ૧૨૫ -KNEF==============