________________
******
આત્મા તરફ દૃષ્ટિ કરીએ
‘જિનાજ્ઞા’ માસિક પત્રમાંથી – ૫.પૂ.અજિતશેખરસૂરિશ્વરજી મ. નિષ્ફળ, નકામા વિચારો એ અનન્ય અને અતિ ભયંક૨ રોગ છે. એને નિવારવાના ઉપાયો છે?
હા. ચિત્તને શાસ્ત્રોના ખૂબ ખૂબ અધ્યયન, વાંચન, મનન,પરાવર્તનમાં લગાડી દેવું. શાસ્ત્ર-સૂત્ર-અર્થ આદિ મોઢે થઈ એનું મનમાં વારંવાર પરાવર્તન શક્ય ન હોય તોય વાંચનામાંથી ડાયરીમાં ટૂંકી ટૂંકી નોંધ કરી લેવી, અને એને વારંવાર વાંચીને મોઢે ક૨વા પ્રયત્ન કરવો અને પછી પરાવર્તન કરવું. બસ, ચિત્ત એમાં રોકાઈ રહેવાથી નિષ્ફળ-નકામા વિચારો ઘણાં ઓછા થઈ જશે.
ના,
બીજા ઉપાય તરીકે વિચારો કે, જગતના મોટા પ્રદાર્થ કે નાની નાની ચીજો, એમાનું કોઈ એક પણ દુનિયાનું કે આસપાસનું જોવાનું કે વિચારવાનું કરે છે? તો આપણે શા માટે જોવા-વિચારવાનું લઈ બેસી નાહકના દુઃખી થઈએ ?
જે જડ પદાર્થો છે એ બહારનું વિચારી શક્તા નથી તેમ મારે જડ કરતાં અબલત વિશેષતા રાખી, આત્મા તરફ દૃષ્ટિ કરી વિચારતાં રહેવાની ટેવ પાડવી.
જ્ઞાનીઓ આપણને મૂર્ખ તરીકે જાણી કેવી રીતે ગયા?
૧. જેમ મળેલા ચંદનના લાકડાં બાળી કોલસા કરી વેચે તે મૂર્ખ છે, તેમ અતિ મૂલ્યવાન મનુષ્ય ભવનો સમય જે આત્મચિંતન રૂપ વિશિષ્ટ મૂલ્ય ધરાવે છે. તે ઘર, પરિવા૨, દુનિયાની ચિંતામાં બાળી, ચંદનના કોલસા તૈયાર કર્યા બરાબર છે.
૨.
જેમ ચિંતામણી છોડી કાચને પકડે તે મૂર્ખ છે તેમ દાન, શીલ, તપ, ભાવ વિવિધ અનુષ્ઠાનો રૂપ ચિંતામણી છે, પુણ્ય ઉપાર્જન કરાવના૨ છે, ચિંતાઓ દૂર કરનાર છે. એ છોડી ગામ ગપાટા, ટીવી, પથારીમાં પડ્યા રહેવાની આળસ વગેરે કાચને પકડવા બરાબર છે.
****************** 348 ******************