________________
***
૩. જેમ રાખ મેળવવા લાખ રૂપિયા/ડોલરની નોટો બાળી નાખવી મૂર્ખતા છે, તેમ સુકૃતના બદલામાં વાહ વાહથી સંતોષ માનવો એ અહમ્ને પોષવા બરાબર છે. ૪. જેમ માખણ માટે પાણી વલોવે તે મૂર્ખ છે, તેમ આ ભવમાં પ્રસન્ન-સ્વસ્થ રહેવા નવા નવા ઉપકરણો વસાવવાની દોડ જેવી મૂર્ખતા છે.
દેવ-ગુરુ-ધર્મની ‘તત્ત્વત્રયી'ના શરણે જોઈએ. એમની બુદ્ધિને આપણી ‘શ્રદ્ધા’ સમર્પિત કરીએ. એમણે આપેલી પ્રેરણાને પામવા આપણી બુદ્ધિને તૈયાર કરીએ. ‘શ્રદ્ધા અને સમર્પણ' પ્રેરણા પમાડે, જે સિદ્ધશીલા પર પહોંચાડે!
આચારાંગના સુભાષિતો :
܀
܀
܀
܀
܀
܀
સુભાષિતો
પ્રબુદ્ધ જીવન માસિક, પર્યુષણ અંક સપ્ટે-ઓકટો. ૨૦૧૨
܀
܀
અે લોએ - મનુષ્ય પીડિત છે.
ખણું જાણાહિ પંડિએ - પંડિત, તું ક્ષણને જાણ. Time is precious.
દુખ્ખું પત્તેય સાયં - સુખ-દુઃખ પોતપોતાના હોય છે.
સ્થિ કાલસણા ગમો - મૃત્યુ કોઈપણ ક્ષણે આવી શકે છે.
સવ્વસિં જીવિયં પિયં - બધાને જીવન પ્રિય છે.
જે એગ્ગ જાણાઈ સે સર્વાં જાણાઈ - જે એકને જાણે છે તે બધાને જાણે છે. જે સળં જાણાઈ સે એગ્ગ જાણાઈ - જે બધાને જાણે છે તે એકને જાણે છે.
સવ્રતો પમત્તસ ભયં - પ્રમાદીને ચારે બાજુથી ભય હોય છે.
સવ્રતો અમત્તસ્સ ત્થિ ભયં:- અપ્રમાદીને કોઈપણ જાતનો ભય નથી. તમેવ સચ્ચ સેિકં જ જિણેહં પવેઈયં - જિનેશ્વવ૨ પ્રણિત તત્ત્વ જ સત્ય છે, તેમાં શક કરવો નહીં.
****************** 344 ******************