________________
ધની અણગાર
પ્રબુદ્ધ જીવન સામયિક
“અનુત્તરોપપાતિક સૂત્ર' લેખમાંથી ધન્ના અણગાર ઃ
“અનુત્તરોપપાતિક સૂત્ર આગમોમાં નવમું અંગ સૂત્ર છે. જેમાં ધન્યકુમાર જે ધન્ના અણગાર બન્યા તેની રોચક કથા વર્ણવી છે.
કાંકદી નગરી, ભદ્રા નામની સાર્થવાહીનાં પુત્ર ધન્યકુમાર. ભદ્રા સાર્થવાહી એક સાધન સંપન્ન સન્નારી, પ્રચુર ધન સંપત્તિ, વિપુલ ગોધન, અનેક દાસ-દાસીઓની સંપદાવાળી અને સમાજમાં સન્માનયુક્ત નારી હતી.
ધન્યકુમાર સમૃદ્ધ ઘરમાં જન્મ્યા હતા. સુંદર દેહ, પાંચ ધાત્રીઓ (૧) ક્ષીર ધાત્રી (૨) મજ્જન ધાત્રી (૩) મંડન (શૃંગાર) ધાત્રી (૪) ખેલન ધાત્રી અને (૫) અંતર ધાત્રી (ગોદમાં લઈ ફેરવે) દ્વારા પાલન પોષણ, ૩ર કન્યાઓ સાથે પાણિગ્રહણ થયું.
માતા તરફથી ધન્યકુમારને પ્રીતિદાનમાં સોના, ચાંદી, મોતી, ગોકુળ, ઘોડા, હાથી, દાસી આદિનું ઐશ્વર્ય ૩૨-૩રના પ્રમાણમાં મળ્યું હતું. જે ધન્યકુમારે દરેક પત્નીને આપી દીધું હતું.
મહાવીર પ્રભુ કાકંદીમાં પધાર્યા. ધન્યકુમાર ચાલીને ભગવાનના દર્શને જાય છે. ઉપદેશનું અમૃત પીતાં વૈરાગ્ય-અણગાર બની ગયા. જે દિવસે દિક્ષા લીધી તે જ દિવસ ભગવાનની આજ્ઞા લઈ. જીવન પર્યત નિરંતર છઠ્ઠ તપ તથા પારણામાં આયંબિલ કરવાની પ્રતિજ્ઞા લીધી. અદભૂત આહાર અનાસક્ત જીવનું દર્શન!
આયંબિલનો આહાર સંસૃષ્ટ હાથથી અર્થાત્ ખરડેલ કે આહારથી લિપ્ત હાથથી દે તો જ કહ્યું. વળી તે આહાર ઉર્જિત આહાર અર્થાત્ જે અન્ન પ્રાયઃ કોઈ ઈચ્છે નહીં, ફેંકી દેવા યોગ્ય તેવો જ નિરસ આહાર લેવાની પ્રતિજ્ઞા! =================K ૩૫૬ -KNEF==============