________________
જ ૮ વર્ષના અતિમુક્તકુમારને વૈરાગ્ય ભાવ જાગતાં માતા પિતા પાસે આમ
આજ્ઞા માંગી હતી : “હે માતાપિતા! હું જાણું છું તે નથી જાણતો અને જે નથી જાણતો તે હું જાણું છું.” અદ્ભૂત વિનય અને આંતરદૃષ્ટિ! અર્થાત્ મારું મૃત્યુ કયારે થશે, હું ક્યા જઈશ તત્ત્વજ્ઞાનથી હું અજ્ઞાત છું, એને જ્ઞાન કરવા સંયમ ગ્રહણ કરવા ઈચ્છું છું. અનુત્તરોપપાતિક દશાંગ આગમ સૂત્રમાં ખુદ મહાવીર ભગવાન દ્વારા જેની અપ્રતિમ પ્રશંસા થઈ હતી તે ધન્ના અણગાર, દીક્ષાના પ્રથમ દિવસે જ આજીવન છઠ્ઠના પારણે આયંબિલ કરવાની પ્રતિજ્ઞા લઈ, ૮ માસની અજોડ તપસ્યા ઉત્કૃષ્ટ ભાવે કરી, ૧ માસની અંતિમ સાધના કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન
થયા છે. એકાવતારી થઈ સિદ્ધદશા પામશે. જ તપસ્વી ગુણીજનોના ગુણાનુવાદ નિઃસંકોચપણે કરીએ, પ્રમોદભાવના ભાવવામાં
કયારેય પ્રમાદ ના કરીએ. ધન્ના અણગારની પ્રશંસા, ગુણાનુવાદ તીર્થકરે પણ
સ્વમુખે કર્યા. પ્રેરણા લઈ આપણે પણ ધન્ય ઘડીએ ઉજવતા શીખીએ. * વિપાક સૂત્ર આગમમાં : જો દેય, દાતા અને પ્રતિગ્રાહક પાત્ર ત્રણે શુદ્ધ હોય તો તે દાન જન્મ મરણના બંધનને તોડનાર બની જાય છે.
દાન : શુદ્ધ દ્રવ્ય, નિર્દોષ વસ્તુ, શુદ્ધ પરિણામી ધન. જ દાતા : પવિત્ર, ગોચરીના નિયમોને આધીન રહેતો શ્રાવક.
લેનાર : મહાતપસ્વી અણગાર, શ્રમણ. આવી ત્રિકરણ શદ્ધિ અને વિશુદ્ધ ભાવના ઉર્ધ્વગતિના પંથે લઈ જાય છે. સુબાહુકુમારની ધર્મકથા આવી જ ઘટનાને પ્રેરણા આપે છે. ઉવવાઈ ઉપાંગ સૂત્ર આગમમાં : ભગવાન મહાવીરનાં દેહ વૈભવ અને ગુણ વૈભવનું વર્ણન એક ૨૫ લીટીના વાક્યથી અને ગુણોનું વર્ણન ૬૩ લીટીના દીર્ધતમ વાક્ય રચનાથી કર્યું છે!
==============k ૩૫૩ --
---
-