________________
(૨) “ત્રિપદી' – જગતના તમામ પદાર્થો
ઉત્પન્ન થાય - ઉપઈ વા નાશ પામે - વિગમેઈ વા તથા અવશ્ય ધ્રુવ રહે છે - ધુવેઈ વા પદાર્થ પૂર્વ અવસ્થાથી વ્યય પામે. ઉત્તરાવસ્થાથી ઉત્પન્ન થાય.
દ્રવ્યપણે અવશ્ય ધ્રુવ જ રહે. * જેમ ભોગવીએ તેમ અભિલાષા વધે છે. ભોગની અભિલાષા તૃપ્ત થતી જ
નથી. ખસના રોગના દર્દીની ખણજની જેમ. * જીવોની હિંસા વગર ભોગસુખ શક્ય જ નથી. માનવભવ અવશ્ય દુર્લભ છે.
પરંતુ ભોગો માટે નહીં, ધર્મ કરવા માટે છે. તિર્યંચ-દેવ આદિ ભવોમાં પણ ભોગો ઉપલબ્ધ છે. માનવભવમાં જે ધર્મની પ્રાપ્તિની સુલભતા છે તે અન્ય ભવોમાં નથી જ.
માટે ભોગસુખ ત્યાજ્ય છે. * આવું ક્યારે સમજાય ?
સમ્યક દર્શનની પ્રાપ્તિ થતાં તરત જ સમજણ કેળવાય છે. જ આત્માને ભાવિત કરીએ?
ધ્યાન ધરતાં પહેલાં આત્માને ભાવિત કરવો જરૂરી છે. નમો અરિહંતાણં'ની પાંચ માળા ગણતાં પહેલાં આત્માને ભાવિત કરીએ. હે સીમંધર સ્વામી, હે પ્રભો ! મને આપનું માર્ગદર્શન મળતું રહે. આપ તો સર્વજ્ઞ છો. અરિહંત પદનું ધ્યાન ધરતાં મને સમ્યક્દર્શન પ્રાપ્ત થાઓ. પ્રાપ્ત થયેલ સમ્યક્દર્શન વિશુદ્ધ થાઓ. મને “અભયપણું' મળે અને મળેલ માર્ગદર્શનમાં સ્થિર રહેવાની શક્તિ મળો. નમો અરિહંતાણં નમો અરિહંતાણે
નમો અરિહંતાણું કહી માળા ગણવી. Kakkkkkkkkkkkkkkkk ૨૫ -kkkkkkkkkkkkkkkkkk