________________
****
૨.
‘નમો સિદ્ધાણં’ની માળા ગણતાં પહેલાં આત્માને ભાવિત કરીએ. હે સિદ્ધપ્રભો ! તમારા જેવું નિર્મળ અને અણિશુદ્ધ આરોગ્ય તન અને મનનું મને પણ પ્રાપ્ત થાઓ. આપના અનંત ચતુષ્ય આંશિકપણે પણ મને મળે. મારા મનની સ્થિરતામાં આપનો પ્રભાવ સતત વરસતો રહે. નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં નમો સિદ્ધાણં કહી માળા ગણવી.
૩.
ૐ હ્રીં એ ક્લીં સર્વ રોગ નિવારીણિ પદ્માવત્યે નમઃ કહી પદ્માવતી માતાની માળા ગણતાં પહેલાં મારા મન, વચન, કાયાના સર્વ રોગોનો ક્ષય થાઓ ક્ષય થાઓ ક્ષય થાઓ કહી માળા ગણવાની શરૂઆત ક૨વી.
૪.
સામાયિક શરૂ કરતાં પહેલાં સીમંધર સ્વામીને ૧૨ ખમાસણા અરિહંત ભગવાનના ૧૨ ગુણો યાદ કરતાં કરતાં આપવા.
પછી ત્રણ વખત સ્થાપનાજીને સરસ્વતી દેવીના મંત્રથી પ્રદક્ષિણા દેવી. ૐ હ્રીં એ ક્લીં શ્રી સરસ્વત્યે નમઃ
અરિહંતના ૧૨ ગુણો
અશોક વૃક્ષ, સુરપુષ્પ વૃષ્ટિ,
દિવ્ય ધ્વનિ, ચામર, આસન
ભામંડલ, દુંદુભી, છત્ર,
પ્રતિહાર્યો વડે શોભે અરિહંત...
પૂજા, વચના, જ્ઞાન અતિશય
અપાયાપગમા અતિશય ચાર
જ્ઞાની ભગવંતોની વાણી
અરિહંતોના મૂળ ગુણ છે બાર...
‘શ્રદ્ધાંધ’
****************** • ******************