________________
******
**
ગુણસ્થાનકને અંતે નાશ પામનારો કષાય છે. ક્રોધ, માન, માયા સંપૂર્ણપણે ૯મા ગુણસ્થાનકે નાશ પામે છે.
કામવાસના ખરાબ કે ધનની મમતા ખરાબ?
કામવાસના કરતા ધનની મમતા વધારે ભયાનક છે. કામવાસના અધમ છે તો ધનની મમતા અધમાધમ છે. કામની ઈચ્છા આર્તધ્યાન છે. ધનની લેશ્યા રોદ્રધ્યાન બનીને નકગતિનું કારણ બને છે.
કામને વેદ મોહનીય પેદા કરે છે. તે ૯મે ગુણસ્થાનકે નાશ પામે છે. અર્થની લેશ્યાને પેદા કરનાર મોહનીય કર્મ ૧૦મે ગુણસ્થાનકે નાશ પામે છે.
કામવાસનામાં (સમય, શક્તિ, વ્યક્તિ, સમાજ આબરૂની મર્યાદા) મર્યાદા નડે છે. ધનની લેશ્યામાં મર્યાદા નડતી નથી.
આત્મિક દ્રષ્ટિએ જે ઊંઘે છે તે મિથ્યાત્વી છે, જે જાગ્યો છે તે સમકિતી. જંબુસ્વામીને પૂર્વ ભવમાં મોહનીય કર્મનો નિકાચિત ઉદય હતો. ૧૨ વર્ષ સુધી છઠ્ઠને પા૨ણે છઠ્ઠ કર્યા છતાં દીક્ષા ન મળી. પુરુષાર્થ કર્યા વગર ચારિત્ર મોહનીય કર્મનાં નિકાચિત ઉદયનું ઓઠું લઈને ના બેસાય!
દેવો અને નારકોને નિકચિત ચારિત્ર મોહનીય કર્મનો ઉદય હોય છે. સામાન્યથી એક લાખે એકાદ કર્મ નિકાચિત હોઈ શકે છે.
સંસારની વાતો કર્મો ૫૨ છોડી દેવી પણ ધર્મનાં કાર્યોમાં પુરુષાર્થને મહત્ત્વ આપવું.
કદાગ્રહીને ઉપદેશ આપવાની શાસ્ત્રકારોએ ના પાડી છે. તેવી વ્યક્તિ પ્રવચન શ્રવણ માટે અયોગ્ય છે. કાચા ઘડામાં પાણી નાંખ્યા બરાબર છે. ઘડો ફૂટે અને પાણી પણ જાય.
****************** 238 ******************