________________
શ્રવ અને અનુબંધ આશ્રવ જીવમાં શુભાશુભ કર્મનું આવવું તે આશ્રવ. તત્ત્વાર્થાધિગમ સૂત્રનો અધ્યાય ૬મા આશ્રવનું વિવેચન. મન, વચન અને કાયાની ક્રિયા એ જ આશ્રવ.
જ્યાં જ્યાં યોગ ત્યાં આશ્રય. યોગ વીર્યંતરાયના ક્ષયોપશમ/ક્ષયથી થાય. ૧૦૮ કારણે થાય.
સરંભઃ પ્રમાદને કારણે હિંસાદિ પ્રયત્નોનો આવેશ. સમારંભ : એ કાર્ય કરવા સાધનો ભેગા કરે. આરંભ ? છેવટે એ કાર્ય કરે. ૩ X ૩ મન, વચન, કાયા. ૯ X ૩ કરવું, કરાવવું, અનુમોદવું. ૨૭ X ૪ કષાયો. આવી રીતે આશ્રવ ૧૦૮ પ્રકારે. બંધઃ કર્મનું આત્મા સાથે ક્ષીરનીરવત્ જોડાણ તે બંધ. સંબંધ : કર્મણ વર્ગણાનું આત્મા વડે ગ્રહણ થવાની ક્રિયા તે સંબંધ.
રાગ દ્વેષ મુખ્ય કારણ એને લીધે બંધ અને સંબંધ થાય. બંધ થવામાં આત્મા પરિણામી દ્રવ્ય છે માટે બંધ શક્ય બને છે. ૧૪મા ગુણસ્થાનકે બંધ નથી. યોગ છે ત્યાં સુધી જ “લેશ્યા” છે.
ત્રપણું ૨૦૦૦ સાગરોપમથી વધારે ના હોય. પંચેન્દ્રિય જીવો ૧૦૦૦ સાગરોપમથી વધુ સળંગ ના રહી શકે. મનુષ્ય ભવ સળંગ ૭ વખત જ મળે. આશ્રવ ઓછો કેમ થાય?
હેયનું ચિંતન : પાપ, આશ્રવ, બંધ. શેયને જાણો : જીવ-અજીવ. ઉપાદેયને પામો : પુણ્ય, સંવર, નિર્જરા, મોક્ષ. એને માટે પ્રવૃત્તિ કરો.