________________
******
****
મનને સારા ઠેકાણે રોકો. સ્વાધ્યાય કરો, નિર્જરા થશે.
આઠે કર્મોના બંધનું મૂળ લેશ્યા છે. લેશ્યા કર્મનો બાપ છે.
આશ્રવને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવથી વિચારો, ૧૮ પાપ સ્થાનકથી
વિચારો.
ઉદયમાં આવેલા કર્મમાં નવા કર્મો બંધાવાની શક્તિ તે અનુબંધ.
દુઃખ આવ્યું : પાપ કર્મોનો ઉદય. સુખ આવ્યું : પુણ્ય કર્મોનો ઉદય. દુઃખ કરતાં દુર્જનતા ભયંકર,
સુખ કરતાં સજ્જનતા શ્રેયંકર.
‘આશ્રવ અને અનુબંધ'
- પ.પૂ. મોહજિતવિજયજી મહારાજ સાહેબના પુસ્તકમાંથી.
આપણો કર્મવાદ કુદરતી ન્યાય ઉપર રચાયેલો છે. જે વિચારો, બોલો કે જે ચેષ્ટા કરો તેની સામે નિયમા કર્મબંધ છે.
અજ્ઞાન, રાગ-દ્વેષ તે આંતરિક મૂળ છે. જૂનાં કર્મોથી રાગ-દ્વેષ થાય, વળી તેનાથી નવા કર્મો બંધાય છે જે ઘટમાળ અનાદિથી છે. આમાંથી છૂટવા નવ તત્ત્વોનું જ્ઞાન જરૂરી છે.
૧૪ રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલી કર્મવર્ગણા તે લોકસ્થિતિ છે. અમુક ચોક્કસ નિયમને અનુસરીને થતી અનિવારણીય ઘટનાઓ કે જેમાં તીર્થંકરો પણ ફેરફાર કરી શકતા નથી.
જ્યાં ૫૨સ્પ૨ ઉપઘાત (અથડામણ) હોય ત્યાં અવકાશ (Space)નો પ્રશ્ન આવે. અતઃ એક જગ્યા ૫૨ બે વસ્તુ સાથે રહી ના શકે. સિદ્ધશીલા ઉપર સિદ્ધના જીવોને પરસ્પર ઉપઘાત નથી. અર્થાત્ શુદ્ઘ દ્રવ્ય જીવો એક જ જગ્યામાં અનંતા રહી શકે છે. જ્યાં બાદ૨ (સ્થૂલ) પરિણામ હોય ત્યાં જ ઉપઘાત (અથડામણ) છે. સૂક્ષ્મ પરિણામી દ્રવ્યને ઉપઘાત નથી. અચિત્ત મહાસ્કંધ (ધર્માસ્તિકાય વગેરે) સૂક્ષ્મ પરિણામી છે.
****************** 23€ ******************