________________
વિશેષ આકારવાળુ દ્રવ્યમાન છે. વિચાર-ભાવો-અધ્યવસાયો મુજબ એનો આકાર સતત બદલાયા કરે છે.
મનઃ પર્યવજ્ઞાનિ મુનિઓ, રૂપી એવા મનને સ્પષ્ટ જોઈ શકે છે. સામાન્ય ઈન્દ્રિયોથી એ અતિ સૂક્ષ્મ હોવાને કારણે ગ્રાહ્ય નથી. દ્રવ્યમન જડ છે, જડ પુગલોનું બનેલું છે. આત્મા તો અરૂપી છે, ત્યાં ચેતના છે. આત્માને પ્રત્યક્ષ કેવળજ્ઞાની જ કરી શકે છે. દ્રવ્યમનની અસરો આપણે ૨૪ કલાક અનભવીએ છીએ.
દ્રવ્યમન સાધન છે, જ્યારે ખરૂં મહત્ત્વનું તો ભાવમન છે, જે આત્મા સાથે જોડાયેલું છે. આ ભાવમન ચૈતન્યમય છે, જ્યારે દ્રવ્યમન જડ છે.
અનંત જન્મોનાં સારા નરસા સંસ્કારો કે શુભ-અશુભ ભાવો મનમાં સંઘરાય છે. મન જ મોહના સર્જનનું ઘર છે. એ જ મન મોહનાં વિસર્જનનું પણ સાધન છે. ક કષાયો અને વિકારોથી વાસિત મન એ જ સંસાર અને તેનાથી સર્વથા મુક્ત
મન એ જ મોક્ષ ફક્ત કાયા, વાણી કે ઈન્દ્રિયોની પ્રવૃત્તિને લીધે કર્મબંધ થતો નથી પણ એ પ્રવૃત્તિમાં મન ભળે તો જ કર્મનો બંધ કે નિર્જરા થાય છે. સુખ દુઃખનું કારણ મન અને બંધ-મોક્ષનું કારણ પણ મન. શ્રી સિદ્ધર્ષિગણી લિખીત ‘ઉપમિતિભવ પ્રપંચા કથા' ગ્રંથ મનોવિજ્ઞાનનું Analysis સમજવા માટે અદ્વિતિય ગ્રંથ છે. તેમાં લખ્યું છે : “મનનાં સુખ વગર કોઈ સુખી થતું નથી, મનનાં દુ:ખ વગર કોઈ દુ:ખી થતું નથી.” જીવનમાં દરેક વસ્તુ સંબંધી સાચાં ખોટાંનો નિર્ણય તમારું ભાવમન જ કરે છે. ટીકી ટીકીને વિકારી દ્રશ્ય જોતી આંખોમાં, ગુનેગાર આંખો નથી. તમારું ભાવમન છે. કારણ વિકારોનો જન્મ જ ભાવમનમાં થાય છે. Amazing..! દ્રવ્યમન સાધન છે. પ્રેરક તો આત્મા છે. આત્મા જ એક એવું તત્ત્વ છે જે પોતાને ઓળખી શકે, સમજાવી શકે અને પોતાને બદલી શકે. આત્મા જેવું
બીજું એક તત્ત્વ નથી જે આ રીતે પોતાને જ સમજાવી શકે, બદલાવી શકે. =================^ ૧૭૫ -KNEF==============