________________
****
આપણને ૨૪ કલાક દેહ સાથે રહેવાની ટેવ પડી ગઈ છે. ઊંઘમાં થોડો વખત દેહથી છૂટા પડીએ છીએ પણ મન સાથેનું સંધાન ૨૪ કલાકનું રહે છે.
મન ઊંઘમાં પણ સક્રિય જ રહે છે. મન અને ઈન્દ્રિયો જુદા છે. મન અને આત્મા જુદા છે. પરંતુ મનની પ્રત્યેક પ્રવૃત્તિ આત્મા ૫૨ અસર કરે છે. આત્મા સાથે સહુથી ગાઢ સંબંધ મનનો છે. એના જેવો પુરાણો સંબંધ છે જ નહીં. સંબંધ આપણાં પુરાણાં પુરાણ....!
જે મનથી ગુલામ તેને મોક્ષથી ઝુકામ!
મનને ના જીતીએ તો જીવન નકામું છે. મોક્ષ પામવા મનનો તાગ પામવો જ પડે. મન જ મુક્તિની સાધના માટેની મુખ્ય કડી છે. માનવ મન Flexible છે. જેમ વાળીએ તેમ વળે. મનનો સ્વભાવ પરિવર્તનશીલ છે. (Changeable)
૮૪ લાખ જીવ યોનિમાં માનવ મન જેટલી ઉત્કૃષ્ટ ઊંચાઈએ કે નીચાઈ સુધી શક્તિમાન થવા બીજો એકેય ભવ નથી. આજ માનવ મનની ખરી વિશિષ્ટતા છે. દેવતા અથાગ પ્રયત્ન કરે છતાં ઊંચ-નીચની સીમાના બંને છેડા સુધી જઈ ના શકે. માનવ મન જ જઈ શકે છે. ભાવ પ્રયાણની Limits Unfathomable છે. માટે જ મનનાં પુરુષાર્થ વડે આમૂલ પરિવર્તન થઈ શકે છે.
શુદ્ધિ અને અશુદ્ધિનાં ચરમ શિખરોને સ્પર્શ કરવાની શક્તિ ફક્ત માનવ મનમાં જ છે. મન આખી દુનિયામાં એક ક્ષણમાં ફરીને પાછુ આવી શકે છે. જો ગમી જાય તો એક વસ્તુમાં એકાગ્રતા પણ લાવી શકે છે. મનની શક્તિ અજબ ગજબની છે.
અધ્યવસાય, આત્માનંદ જેવા શબ્દો ભારતીય ધર્મ સિવાય બીજે મળે જ નહીં. Salvation શબ્દ મોક્ષનો પર્યાયવાચી શબ્દ માને છે. પરંતુ Salvationનો અર્થ પાપથી મુક્તિ થાય છે. મોક્ષમાં તો પુણ્યથી પણ મુક્તિ છે.
પુદ્ગલોથી અતિશય સૂક્ષ્મ એવા મનોવર્ગણાના પુદ્ગલોથી બનેલું સાધન તે મન છે. દ્રવ્યમન કહેવાય છે. જડ પરમાણુઓની રચનામાંથી બનેલ ****************** 198 ******************