________________
માનવ મનની Monopoly શું છે?
માનવ મન ઊંચામાં ઊંચુ અને નીચામાં નીચું ભાવ પ્રયાણ કરી શકે છે. દેવતાઈ ભવનાં મનમાં બંને છેડા સુધી જવું શક્ય નથી. શુદ્ધિ અને અશુદ્ધિનાં ચરમ શિખરોને સ્પર્શ કરવાની મનની પ્રચંડ શક્તિ ફક્ત માનવ ભવમાં જ છે. જો મનનાં રહસ્યો સમજી શકીએ તો આ માનવ ભવને સફળ કરી શકીએ !
મન આખી દુનિયામાં એક ક્ષણમાં ફરીને પાછું આવી શકે છે, જો રસ પડી જાય તો મનની શક્તિ અજબ ગજબની છે.
દ્રવ્યમન : અતિશય સૂક્ષ્મ મનોવર્ગણાનાં પુદ્ગલોમાંથી બનેલ સાધન છે. દ્રવ્યમનનો આકાર અને વિચારો ભાવ મુજબ સતત બદલાયા કરે છે. દ્રવ્યમન જડ છે, જ્યારે ભાવમન ચૈતન્યમય છે.
ભાવમન: અનંત જન્મનાં અનુભવોથી ઉત્પન્ન થયેલા સારાં-નરસાં સંસ્કારો કે શુભાશુભ ભાવો ભાવમનમાં સંઘરાય છે. આ મન મોહનાં સર્જનનું ઘર અને મોહનાં વિસર્જનનું સાધન છે. કષાયોથી વાસિત મન તે સંસાર છે, એનાથી મુક્ત એ જ મોક્ષ. કર્મનો બંધ કે નિર્જરા વચન, કાયાની પ્રવૃત્તિમાં, જો મન ભળે તો જ થાય છે. માટે મનનું મહત્ત્વ અતિશય કહ્યું છે.
મન માનવ ભવનાં વખાણ જ્ઞાનીઓએ ખૂબ કર્યા છે તો દેવભવનાં એટલા વખાણ કેમ નહીં?
આપણી પાસે શું છે જે દેવો પાસે નથી? “અગાધ શક્તિવાળુ માનવીનું મન!” મન બંને પાસે છે પરંતુ દેવતાઓનું મન, શક્તિ અને ક્ષમતાની દૃષ્ટિએ ઘણું હીન છે. માનવનું મન અગાધ શક્તિવાળુ છે. - વિજ્ઞાન જેને મન કહે છે તે BRAIN મન:પર્યાપ્તિ છે. જેના પરિભાષામાં મનોવર્ગણાના પુદ્ગલોથી બનેલું મન BRAINથી સાવ જ જુદું છે.(જીવ ગ્રાહ્ય વર્ગણાઓ : ઓ. વૈ. આ., ભાષા, મનો., શ્વા, તે., કા.) =================^ ૧૭૩ -KNEF==============