________________
+ આત્મા જ આત્માને, આત્મામાં, આત્મા દ્વારા જાણે છે. એ જ અધ્યાત્મ,
એ જ સમ્યદર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. આ વિશ્વમાં કર્તા, હર્તા, ભોક્તા
બધું જ આત્મા છે. આત્માના ચમકારા જોવા માટે પણ દૃષ્ટિ જોઈએ. * તમારી ચેતના, ચેતન સ્વરૂપે આત્મામાં આત્મા દ્વારા આત્મા માટે આત્માને
જુએ, જાણે, અનુભવે, આનું નામ જ અધ્યાત્મ. In essence. આપણી ચેતનામાં કર્તુત્વ જે બહાર પુગલમાં-જડમાં છે તેને અંદર આત્મામાં લઈ જવું તે અધ્યાત્મ છે. ભાવમન એ દ્રવ્યમાન દ્વારા આત્મામાં પેદા થયેલ ભાવો છે. અસંજ્ઞીને પણ સૂક્ષ્માતિસૂક્ષ્મ દ્રવ્યમાન હોય છે. માત્ર ૧૪મા ગુણસ્થાનકે દ્રવ્યમાન હોતું નથી. દ્રવ્યમન બધી યોનિમાં હોય જ છે, નહીં તો આત્મા ઉપયોગ પ્રવર્તાવી જ ન શકે.
ભાવમનથી કર્મબંધ થાય છે. કર્મબંધ ૪ પ્રકારનાં છે. ૧. સ્પષ્ટ, ૨. બદ્ધ સ્પષ્ટ, ૩ નિધત્ત, ૪. નિકાચિત.
રાગ, દ્વેષ, મોહ, માન, માયા, અસૂયા, આસક્તિઓની પરિણતિઓ ભાવમનમાં જ રહે છે. આવા અસંખ્ય ભાવોને લીધે આત્મા પર સતત કર્મ આવ્યા જ કરે છે. ભાવમનથી જ કર્મબંધ થાય છે. બધા જ જીવોને મન હોય છે.
ભાવમન, અંદરમાં રહેલ આત્માનાં ભાવો છે. દ્રવ્યમન અણુ પરમાણુની સંરચના છે. ભાવમન સતત સક્રિય છે. એટલે કે આત્મા એક ક્ષણ પણ મનોભાવોથી શૂન્ય હોતો નથી. કીડી જેવા નાના જીવને પણ પ્રત્યેક ક્ષણે ભાવ થતો જ હોય છે. મનોભાવથી શૂન્ય કોઈપણ આત્મા આ જગતમાં નથી. પ્રતિક્ષણ પેદા થતા મનોભાવને ઉપયોગ મન કહે છે.
ભાવમનનાં બે ભેદ છે : ૧. ઉપયોગ મન (Conscious Mind), ૨. લબ્ધિમન. Unconscious Mind or Subconscious Mind.
મનની ચંચળતા અને તરલતા (વિધ વિધ વિષયોમાં દોડી જવું) ઉપયોગ મનને આભારી છે.