________________
***
ઉપયોગ મનનો ગતિશીલતાવાળો સ્વભાવ છે. ઉપયોગ મન એ સપાટી (Surface). It is like a Computer screen. What you see is not all what computer has in it. લબ્ધિમન ઊંડુ છે, વિચારો આદિનું Store house છે. અગાધ અને ઉપયોગ મનથી કંઈ ગણું વિશાળ છે. લબ્ધિમન એ ભાવમનનું તળિયું (Bottom) છે.
>>>>
મનનો અભ્યાસ સપાટીથી નહીં પણ તળીયેથી કરવો જરૂરી છે. જીવન નિમિત્તને આધીન છે. (પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત આ સમજાવે છે.) આપણે વાતાવરણ કે સંજોગોથી ૫૨ નથી અને જે નિમિત્તોથી પર થયા છે તે સમતામાં જ હોઈ શકે. ખરાબ નિમિત્તોની અસ૨ વધારે થતી જણાય છે, સારા નિમિત્તોની અસ૨ ઓછી જણાય છે.
ધર્મની સફળતા અને નિષ્ફળતાનો આધાર તમારી મનોવૃત્તિ ૫૨ છે. શાલીભદ્રે દાન આપી ફળ મેળવ્યું તે સફળતા મધ્યમ હતી. જીરણ શેઠે સુપાત્રદાનનું ઉત્કૃષ્ટ ફળ મેળવ્યું. મોક્ષ મેળવનારો જીવ છે. અભિનવ શેઠનું દાન નિષ્ફળ ગયું. સુપાત્રદાનનું ફળ બિલકુલ ન મેળવી શક્યા. મમ્મણ શેઠનું દાન વિપરિત થયું.
લબ્ધિમન ઃ અધ્યાત્મની સાધના વડે લબ્ધિમનનું જ મૂળમાંથી પરિવર્તન ક૨વાનું છે. એ પરિવર્તન લાવવા સપાટી પરના ઉપયોગ મનની ગતિશીલતાના પ્રવાહને કેળવવો પડશે, ગમે ત્યારે ગમે ત્યાં ખેંચાઈ જાઈએ તેમ ના કરી શકીએ.
નકામું વિચારવાનું નહીં, બોલવાનું નહીં અને નકામું ક૨વાનું નહીં. મનનો અભ્યાસ કરો. સામાયિકથી સપાટી શુદ્ધ થાય પણ લબ્ધિમનનાં કચરાને શુદ્ધ કરવો રહ્યો, તે માટે ક્રિયા ભાવુક હોવી જોઈએ. પૈસાના માત્ર વિચારથી કર્મબંધ થતો નથી પણ લબ્ધિમનમાં પડેલ પૈસાની આસક્તિથી, વગર વિચારે કર્મબંધ થાય છે. ચોવિસ કલાક તમારા સારા-ખરાબ વિચારોનું મૂલ્યાંકન કરો. તમને જ હસવું આવશે. તમારા મનની ગતિ અસાવધ થયા કરતી જણાશે. સારા વિચાર બાદ ખરાબ વિચાર આવે છે. (or vice versa) તે તમારી અંદરની વૃત્તિઓને જ આભારી છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનું દૃષ્ટાંત આની પાકી સમજણ પૂરી પાડે છે. ****************** 199 ******************