________________
******
પ્રકૃત્તિમાં પરિવર્તન આવે ત્યારે જ કર્મબંધમાં ખૂબ મોટો તફાવત પડે છે. નિસીહિ નિસીહિ બોલી દહેરાસરમાં પ્રવેશ કરતી વખતે સંસારનો વિચાર નહીં કરું એટલેથી નિસીહિનો અર્થ અટકતો નથી. પહેલા શ્રદ્ધા એટલે ચાંદલો કરવાનો આવે છે, એટલે કે ભગવાનની આજ્ઞા શિરોમાન્ય કરવાની છે. સંસાર છોડવા જેવો છે, સંયમ લેવા જેવું છે, મોક્ષ મેળવવા જેવો છે ની ત્રિપદીનો ભાવ આત્મસાત્ થાય તેને તે નિમિત્તનું પુણ્ય બંધાય જ છે. પ્રતિદિન આનું પુનરાવર્તન કરો.
તમે અંદરથી શું માનો છે તે બહુ જ અગત્યનું છે. સરળ સ્વભાવી માણસ પણ અંદરથી લુચ્ચાઈ ક્યારેક કરવી પણ પડે એવું માનતો હોય તો તેનામાં લુચ્ચાઈનું સમર્થન છે, તેને કર્તવ્ય માનીને ચાલે છે. અનુમોદનાનું પાપ તેને પણ લાગે જ છે.
હિંસાને આચરો તો પણ તેને સારી ન માનનારો નિમિત્તથી ૫૨ થયો છે અને એટલે સમતામાં રહી શકવાની ક્ષમતાવાળો છે એવું તારણ નીકળે. ધર્મની સફળતા કે નિષ્ફળતાનો આધાર તમારી મનોવૃત્તિ છે.
ભાવમનની ૪ શક્તિઓ છે ઃ
܀
સંવેદન શક્તિ, વિચાર શક્તિ, સમજણ શક્તિ અને પરિવર્તન શક્તિ. આ મનોશક્તિને ખીલવવાનો એક (અંતિમ) જ ઉપાય ધ્યાન છે. ધ્યાનમાં આવતાં પહેલાં ચિંતન, ભાવના અને અનુપ્રેક્ષા એમ ૩ તબક્કાઓ છે.
દ્રવ્યમન એ વિચા૨ ક૨વાનું સાધન છે. આ સાધન દ્વારા અંતર આત્મામાં પેદા થતા ભાવોના સમૂહને ભાવમન કહેવાય છે.
દા.ત. કાન સાધન છે, સાંભળો છો, સાંભળવું કે વિચાર્યું તે જ્ઞાન છે. શબ્દનો અર્થ સમજો છો એ સમજણ કાનરૂપી સાધનથી મળે છે. તેમાં મનને વાપરીને જે ભાવો અંતરમાં પેદા કર્યા તે ભાવોનો સમૂહ ભાવમન કહેવાય.
શ્રદ્ધા અને વિશ્વાસ; માન્યતા અને પરિવર્તન આ જીવનનું સાચું કવન !
‘શ્રદ્ધાંધ’
܀
****************** 19 ******************