________________
મનને જાણો, મનને જીતો' પુસ્તકમાંથી...
- પ.પૂ. કીર્તિયશસૂરીશ્વરજી મ. આત્મા ભાવિત કેમ થાય?
ચિત્ત ફરતું હોય, વિચરતું હોય તેને વિચાર કહેવાય છે. આ વિચારને ચિંતા' કહેવાય છે. ચિત્ત કહો કે મને કહો સામાન્ય રીતે બંને એક અર્થી છે. ચિત્તની “અસ્થિર’ અવસ્થા ત્રણ ભાગે વહેંચાયેલી છે.
૧. ચિંતા (ચિંતન) ૨. ભાવના અને ૩. અનુપ્રેક્ષા. ધ્યાન એ ચિત્તની સ્થિર અવસ્થા છે.
એક જ વસ્તુથી આત્મા ભાવિત થાય તે રીતે વારંવાર વિચારાય તે ભાવના છે. એકની એક વાતને રસપૂર્વક વારંવાર વિચારવાથી આત્મા ભાવિત થાય છે. ચિંતન કરતાં ભાવનામાં મન વધારે ઘેરું, વધારે સૂક્ષ્મ બને છે. જે વિચારોથી મન ભાવિત થયું હોય તેમાંના કોઈ પણ એક મુદ્દા પર point ઉપર મન સ્થિર થઈ જાય તે ધ્યાન છે. આ ધ્યાનમાંથી બહાર આવ્યા પછી ધ્યાનની અસરને કારણે ચિંતનમાં જે ઊંડાણ વધે, જે વિસ્તાર વધે, જે સૂક્ષ્મતા તરફ આગળ વધાય તે અનુપ્રેક્ષા છે. અનુપ્રેક્ષા ધ્યાન પછીની અવસ્થા છે.
મન એકાગ્ર બને ત્યારે આત્માનો ઉપયોગ કોઈપણ એક વિષયમાં સ્થિર થઈ જાય છે, અન્ય વિષયોથી પર થાય છે. આને ધ્યાન કહ્યું છે.
પાંચે ઈન્દ્રિયો પોતાનું કામ કરે છે ત્યારે આત્માનો ઉપયોગ મન દ્વારા એમાં (ઈન્દ્રિયોમાં) જોડાય છે. તેથી જ નાક સૂંઘે છે, આંખ દેખે છે, કાન સાંભળે છે વગેરે. આત્માનો ઉપયોગ ન જોડાય ત્યારે રાડ પાડીને બોલેલું પણ સંભળાતું નથી અને જ્યારે જોડાય ત્યારે ધીમેથી બોલવું પણ સંભળાય છે.
અનુ = પાછળથી, પ્ર એટલે પ્રકર્ષે અને ઈક્ષા એટલે જોવું. ધ્યાનમાંથી બહાર આવ્યા પછી ઊંડાણથી, વિસ્તારથી દરેક રીતે વિચારવું તે અનુપ્રેક્ષા. =================^ ૧૭૯-KNEF==============