________________
****
દઢપ્રહારીનું ઉત્તમ ચિંતન : Ultra Positive thinking...
૧. જેવું કર્મ કર્યું હોય તેવું જ ફળ મળે.
૨. એકદમ નિર્દય બની મારા પર જે આક્રોષ વરસાવે છે તેનાથી મારે તો પ્રયત્ન વિના જ ‘નિર્જરા’ થઈ રહી છે.
૩. એ લોકોના આક્રોષનો આનંદ જેમ એમને આવે છે તેમ મને પણ (નિર્જરા રૂપે) આવે છે.
૪. સંસારમાં સુખ દુર્લભ છે. લોકોને આક્રોષ વરસાવી આનંદ થાય છે, તેમાં હું નિમિત્ત બની રહ્યો છું. તેમના સુખનું નિમિત્ત મારા ભાગ્યમાં!
૫. તેઓ દ્વારા મને મરાતો માર, મારા કર્મમળને દૂ૨ ક૨શે. ભલે મને મારે. સહન કરવાથી તો કર્મનો ક્ષય જ થાય છે.
૬. જેઓ પોતાનાં પુણ્યનો વ્યય કરી મારા પાપોને દૂર કરે છે એના જેવા પરમબંધુ કોણ હોય ?
મારા પર ઉપદ્રવ કરનારાએ મારી તર્જના-તિરસ્કાર કર્યો છે, મને મા૨ તો નથી માર્યો ને ? મને મારનારાઓએ મા૨ જ માર્યો છે, મારી તો નથી નાખ્યો ને ? જેમણે મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે, તેમણે મારો ધર્મ ક્યાં લઈ લીધો છે ? એટલે મારી કાળજી જ કરી છે તેથી તેઓ સાચે જ મારા બાંધવ જેવા હિતસ્વી છે.
૭.
યાદ રહે, કલ્યાણ અનેક વિઘ્નો અને અવરોધોથી ઘેરાયેલું છે. દુષ્કૃતોની ગહમાં મહર્ષિ દ્રઢપ્રહારીજીએ પોતાના કર્મસંચયને સંપૂર્ણ રીતે બાળી નાખ્યો, દુર્લભ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને મોક્ષે ગયા.
થોડાં અધ્યાત્મ સભર વિચારો :
રાગ અને દ્વેષ વસ્તુમાં નથી, મનમાં છે.
* અનુકૂળતાનો રાગ છોડો અને પ્રતિકૂળતાનો દ્વેષ છોડો. ભગવાન મહાવીરે પરિષહો સહન કર્યા'તા એનું હાર્દ, એનો મર્મ હવે સમજાય તેવો છે.
આર્તધ્યાનનાં નિમિત્તોથી નહીં, પણ એના ચિંતનથી દૂર રહો. અણગમતી ****************** 920 ******************