________________
ભગવતી સૂત્ર : આગમતું પાંચમું અંગ
૪૧ વિભાગો છે, જેને ‘શતક' કહેવાય છે. શતકનાં પેટા વિભાગને ‘ઉદ્દેશક' કહેવાય છે.
આ ‘અંગ’માં ૧૦૦ અધ્યયનો છે. ૧૦,૦૦૦ ઉદ્દેશકો, ૩૬,૦૦૦ વ્યાકરણીય પ્રશ્નો અને ૨ લાખ ૮૮ હજાર પદો હતાં.
ભગવતી સૂત્રમાં કેવળજ્ઞાનીને ગણધરે પૂછેલાં પ્રશ્નોનો સીધો સમાવેશ થાય છે. મુખ્ય પ્રશ્નકારો : ઈન્દ્રભૂતિ (ગૌતમસ્વામી), અગ્નિભૂતિ, વાયુભૂતિ, મંડિત પુત્ર, માકંદી પુત્ર, રોહક, જયંતી શ્રાવિકા તેમજ અન્ય તીર્થિકો અર્થાત્ અન્ય સંપ્રદાયિકો હતાં.
મુખ્યત્વે સૂત્ર શ્રી ગૌતમ અને ભ. મહાવીરનાં સવાલ-જવાબરૂપ જ છે. ભગવતી સૂત્રનું પારાયણ પર્યુષણના દિવસો સિવાય થાય છે.
ભગવતી સૂત્રમાં પ્રધાનતા ગણિતાનુયોગની છે. છતાં પણ તેમાં દ્રવ્યાનુયોગ, ચરિતાનુયોગ અને કથાનુયોગ પણ પૂર્ણ માત્રામાં જોવા મળે છે.
܀
ભગવાન મહાવીરે ગૌતમસ્વામીએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપ્યો કે, લોકસ્થિતિ (સંસા૨ મર્યાદા) આઠ પ્રકારની છે. (શતક-૧, ઉદ્દેશક-૬)
* વાયુ આકાશને આધારે રહેલ છે.
ઉદધિ (સમુદ્ર) વાયુને આધારે રહેલ છે.
* પૃથ્વી ઉદધિને આધારે રહેલ છે.
* જીવો (ત્રસ-સ્થાવ૨) પૃથ્વીને આધારે રહેલા છે.
* અજીવો (જડ પ્રદાર્થો) જીવને આધારે રહેલા છે.
* અજીવોને જીવોએ સંઘરેલા છે અને
જીવોએ કર્મોને સંઘરેલા છે.
આકાશ સર્વ વસ્તુઓનો આધાર હોવાથી આધાર વિનાનું છે. આકાશી જીવો ‘ખર’ ભાગની ઉપર તિછાલોકમાં રહે છે.
****************** 30 ******************