________________
***
એ ભોયરૂ શરણ લાગે. જેવું છે તેવું, પણ મને બચાવે છે. જેને ભય લાગે તે શરણ સ્વીકારે.. જેને ભય નથી લાગ્યો તે શરણ ન સ્વીકારે.
܀
શાસ્ત્રોમાં ૪ શરણાં બતાવ્યા છે. પણ તમારે કેટલા શરણાં છે?
કાયદાનો પ્રોબ્લેમ આવ્યો
વકીલમ્ શરણં ગચ્છામિ
હજામમ્ શરણં ગચ્છામિ ધોબીમ્ શરણં ગચ્છામિ
ડોક્ટરમ્ શરણં ગચ્છામિ
સી.એ. શરણં ગચ્છામિ
-
વાળ વધ્યા
કપડાં મેલાં થયા?
માંદા પડયા?
ચોપડા બદલવા છે?
થાક્યા પાક્યા આવ્યા?
ઘરડા થયા?
બિમાર પડયા?
ઘરકામ આવી પડ્યું ?
આવી કોઈપણ વ્યક્તિ જયાં સુધી આધારભૂત લાગશે, શરણભૂત લાગશે ત્યાં સુધી સંસાર નહિં છૂટે. જ્ઞાની ભગવંતોએ તેને બંધન તરીકે ઓળખાવ્યું છે.
-
-
-
-
-
-
પત્નીમ્ શરણં ગચ્છામિ
પુત્રમ્ શરણં ગચ્છામિ
સ્વજનમ્ શરણં ગચ્છામિ
ઘાટીમ્ શરણં ગચ્છામિ
પૂ. ઉપાધ્યાયજીએ ‘અધ્યાત્મસાર ગ્રંથ'માં ભવસ્વરૂપ અધિકાર બતાવ્યો છે. તેમાં સંસારને સમજાવવા ૨૦-૨૦ ઉપમાઓ આપી છે. તેમાંની એક ઉપમા દરમ્યાન કહ્યું છે :
મોહે મજબૂત ગાળીઓ બનાવ્યો છે અને તમારા ગળામાં નાખ્યો છે. છેડો મોહના હાથમાં છે. બરાબર માખણ પાયેલું છે, એટલે ગળામાં સુંવાળો લાગે. જેટલું વધારે સુંવાળું લાગે તેટલી ગાંઠ વધારે મજબૂત થતી જાય ને મોત જલદી આવે.
મને વત્તા પાશ તનવનિતા સ્નેહઘટિત । : પુત્ર અને પત્નીના સ્નેહમાંથી ગૂંથાયેલું દોરડું સ્નેહના બંધનમાં ચેતનાને રુંધે. જેને બંધનથી ડ૨ લાગે, બંધનનો ડર લાગે તેને જ દેવ-ગુરુ-ધર્મનું શરણ ગમે. સંસારથી ડરીને આવેલો આગમને શરણે આવે અને એ જ આનું અધ્યયન કરવાને લાયક છે!
****************** noe ******************