________________
***
સમર્પિત હશે તો ગીતાર્થ દ્વા૨ા દોષની શુદ્ધિ થશે. તે દોષ અને તે વિષયક અજ્ઞાન બંને દૂ૨ થશે.
જ્ઞાનને સમર્પિત થઈ જવાથી જ્ઞાન પ્રાપ્ત થશે. શુદ્ધ જ્ઞાનથી વક્રતા સહજ રીતે દૂર થઈ જશે. આવો સરળ, ૠજુ આત્મા શુદ્ધિને યોગ્ય છે. તેને જ ચિત્તશુદ્ધિ મળી શકે છે.
અન્ય દર્શનોમાં કહેવાય છે કે, ચિત્તશુદ્ધિ, મુલાધાર ચક્રથી માંડી સહસ્ત્રાર ચક્ર સુધીના સાતે સાત ચક્રોને વેગ આપે છે. શરીરના એ ચક્રો ગતિવંત થાય કે ન થાય, તેને વેગ મળે કે ન મળે પણ ચિત્તશુદ્ધિથી મોક્ષ પ્રત્યેનાં બાહ્ય અને અત્યંતર બંને, મૂલ આધાર-શુભ અધ્યવસાયો અંગે શુભ સામગ્રી બંને વેગવંત થઈ સ્વયં આવી મળે છે.
પ્રાર્થીએ, સરળ બની ચિત્તની વિશુદ્ધિ કરી આપણો આત્મા શીઘ્ર પરમપદ પામી સિદ્ધશીલામાં સ્થાન ગ્રહણ કરે!
કેટલાતાં શરણ ગ્રહ્યાં? આગમને જાણો : સૂયગડાંગ સૂત્ર કેટલાનાં શરણ ગ્રહ્યાં, ના ગ્રહ્યું એક અરિહંતનું.
કોમી રમખાણ ફાટી નીકળ્યું છે. તમે ક્યાંક ફસાઈ ગયા. તમારી ચારે બાજુ અડધો પોણો કિલોમીટરનો રસ્તો એવો છે કે, તમને કોઈ જોઈ જાય તો બાળી નાખે, કાપી કાઢે, ખતમ કરી નાખે. બચવાની શક્યતા નથી અને એવામાં કોઈક સુજન મળે. ભલે તે એ જ જાતિનો હોય પણ તમને વિશ્વાસ થઈ આવે કે આ બચાવશે. ભાઈ, મને બચાવો. પેલાને દયા આવી ગઈ અને કહે, ચાલ આવી જા. પણ તને જો કોઈ જોઈ ગયું તો તને તો મા૨શે મને પણ ખતમ કરી નાખશે.
જો આ ભોંયરામાં ઉત્તરી જા. ઘણાં દિવસોનું અવાવરૂ એ ભોંયરૂ, ન બારી કે ન બારણું, ઘોર અંધારું. ચામાચિડીયા હોય, ભયંકર વાસ મારતી હોય, દિવસમાં એક વાર ખાવા આપી જાય એવું એ ભોયરૂં. તો પણ તમે ઉત્તરો ને ?
****************** 26* ******************