________________
*******
***
પુણ્યના ઉદયથી મળેલ સંપત્તિનો માલિક ‘ઔયિક ભાવ' છે, એમ સમજીએ તો જીવ કર્મથી લેપાય નહિં.
ધર્મ અનુષ્ઠાન ભોગ, સામગ્રીથી, આરંભ-સમારંભથી દૂર થવા માટે છે.
દા.ત. દહેરાસરમાં જઈ નિયાણું કરીએ તો આરંભ જ થાય. દાનનો આશય કરી ઈચ્છાઓ કરીએ તો આશ્રવ જ થાય. દાન, મોહની વૃત્તિ છોડવા કરવાનું છે, મોહ ઓછો એટલી જીવની જડતા ઓછી. ત્યાગના સુખમાં રસ છે.
દા.ત. વ્યસની જીવ કહે, મને કંદમૂળમાં રસ છે. સંઘરેલો સાપ પણ કામ આવે. મોહાંધ દશા છે.
જ્ઞાન દશા રૂપી દર્પણમાં જોવાથી જીવનના કચરારૂપી દોષો દેખાશે. ગાયું તો ગયું :
પ્રાપ્તિ, સંરક્ષણ અને વિયોગ ત્રણેમાં દુ:ખ. ત્યાગ વસ્તુનો નહીં, મમતાનો ક૨વાનો છે!
ગુણસ્થાન : આત્માનો ક્રમિક વિકાસ, આત્માનો ગુણ વિકાસ. યથાયોગ ક્રમશઃ ૧૪ શ્રેણિઓમાં થાય છે. પહેલી શ્રેણિ કરતાં બીજી શ્રેણિના જીવો આત્મગુણના સંપાદનમાં આગળ વધેલા હોય છે. ઉત્તરોતર આ પ્રમાણે. પ્રથમ ગુણસ્થાનથી ચોથું, ચોથા ગુણસ્થાનથી બીજું, બીજાથી ત્રીજું ગુણસ્થાનક અને ઉત્તરોત્તર વિકાસ અનુસાર ગુણસ્થાનક ચઢતું જાય.
આત્મબળ મોક્ષમહેલ ઊપર પહોંચવાની નીરસણી છે.
ખાસ, ૧૧મે ગુણસ્થાનકે, પ્રમાદથી ચેતે તે તરે. જેટલી આત્માની પરિણતી તેટલા ગુણસ્થાનો. પ્રવાહની જેમ આત્માની સ્થિતિઓ જોડાયેલી છે.
૧. મિથ્યાત્વ : (કર્તવ્ય-અકર્તવ્ય વિશે આત્મકલ્યાણના માર્ગમાં વિવેકનો અભાવ) સાચી દ્દષ્ટિ ન હોય, અજ્ઞાન, ભ્રમ, નાની કીડીથી માંડી મોટા પંડિતો, તપસ્વીઓ, રાજા સુદ્ધાં મિથ્યાત્વ શ્રેણિમાં હોઈ શકે છે.
હરિભદ્રાચાર્યના ‘યોગદ્રુષ્ટિ સમુચ્ચય' ગ્રંથમાં યોગની આઠ દૃષ્ટિઓ : મિત્રા, તારા, બલા, દિપ્રા, સ્થિરા, કાન્તા, પ્રભા, પરા દૃષ્ટિમાં ચિત્તની મૃદુતા, અદ્વેષવૃત્તિ,