________________
અનુકંપા, કલ્યાણ સાધનાની સ્પૃહા જેવા પ્રાથમિક ગુણો પ્રગટે ત્યારે પહેલું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. સગુણો આવવા છતાં મિથ્યાત્વ' અવસ્થાથી ઓળખાવાય છે. કારણ, યથાર્થ સમ્યગદર્શન હોતું નથી. મંદ મિથ્યાત્વ હોવાથી મિથ્યાત્વથી ઓળખાય છે.
જે જીવોએ મિત્રા દૃષ્ટિ કેળવી નથી તેઓ સુદ્ધાં મિથ્યાત્વ ગુણસ્થાનક વડે ઓળખાય છે. કારણ, ગુણ માટેનું ઉત્થાન અહીંથી થાય છે. “મિથ્યાત્વ ગુણસ્થાનક દર્શનમોહનીય કર્મના આવરણને લીધે વેદાય છે. ૨. સાસાદન, સારવાદન ગુણસ્થાન :
સધાતુઃ શિથિલ કરવું, ઢીલું પડવું. સાદન : શિથિલ કરનાર, આ+સાદન : વધુ શિથિલ કરનાર.
સમ્યકત્વથી પડનાર જીવોની સ્થિતિ તે સાસાદન. વમન કરાતા સમ્યકત્વના આસ્વાદથી યુક્ત તે “સાસ્વાદન'.
જયારે અનંતાનુબંધી - પરમ તીવ્ર કષાયોને ઉદય થાય ત્યારે સમ્યકત્વથી પડવાનો વખત આવે છે. અજ્ઞાન, મોહમાં કે મિથ્યાત્વમાં પડવારૂપ અવસ્થા. ઉપશમ' સમકિતથી પડનાર માટે જ આ ગુણસ્થાન છે. ૩. મિશ્ર ગુણસ્થાન: આત્માના વિચિત્ર અધ્યાવસાયનું નામ જે મિથ્યાત્વ અને
સમ્યકત્વના મિશ્રણરૂપ છે.
કોઈને સત્યનું દર્શન થાય અને જૂના સંસ્કાર અને પાછળ તરફ ખેંચે, સત્યનું દર્શન આગળ તરફ ડોલાયમાન અવસ્થા. અહીં અનંતાનુબંધી કષાય હોતા નથી. પરંતુ પૂર્ણ વિવેક પ્રાપ્તિ પણ નહીં. અર્થાત્ સન્માર્ગ વિષે શ્રદ્ધા પણ નહીં અને અશ્રદ્ધા પણ નહીં. “હાલકડોલક' અવસ્થા. ૪. અવિરત સમ્યગુદૃષ્ટિ : ભવ ભ્રમણના કાળનો છેડો નિયત કરનાર આત્માની
અવસ્થા. આત્મ વિકાસની મૂળ આધારભૂમિ. અવિરત સમ્યગ્દષ્ટિ : વિરતિ વિનાની સમ્યગુદૃષ્ટિ.
સમ્યકત્વ એટલે સચ્ચાઈ અથવા નિર્મળતા, દૃષ્ટિની સચ્ચાઈ. આત્મકલ્યાણના =================K ૪૩૫ -KNEF==============