________________
તત્ત્વ વિષેની દૃષ્ટિ. કલ્યાણ દૃષ્ટિને યોગે ધર્માધતા, મતદુરાગ્રહ, સંકુચિત, સાંપ્રદાયિક્તા દૂર થાય છે. કાષાયિક ભાવાવેષ ઠંડો પડે છે.
સમ્યકત્વ અથવા સમ્યગુ દર્શન એટલે સાચી શ્રદ્ધા, વિવેકપૂર્વકની શ્રદ્ધા. કર્તવ્ય, અકર્તવ્ય અથવા હેય ઉપાદેય વિષેનો વિવેક, દૃષ્ટિનું બળ જે કલ્યાણ સાધનમાં નિશ્ચલ શ્રદ્ધારૂપ, અટલ વિશ્વાસરૂપ છે.
સમ્યગદર્શન પ્રગટ થતાં થોડું પણ જ્ઞાન, અલ્પ પણ શ્રુત, સાધારણ બુદ્ધિ કે પરિમિત ભણતર સમ્યગૂજ્ઞાન” બની જાય છે. જ્ઞાનનું સમ્યપણું સમ્યક્દર્શન પર અવલંબિત છે. જ્ઞાનથી વસ્તુ જણાય છે, એમાં વિવેકદૃષ્ટિ પવિત્રતા લાવે છે. એ બંનેના આધાર પર ચારિત્ર ઘડાય છે.
માટે જ કહ્યું છે : “સમ્યગુદર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ
જ્ઞાન કે બુદ્ધિનો વિકાસ ગમે તેવો મહાન હોય પણ દૃષ્ટિનું મહાત્મય સૌથી વિશેષ છે. “દૃષ્ટિ તેવી સૃષ્ટિ' ઉચિત્ત કથન છે. * જિન ભગવાનની વાણી :
૧. પરલોક છે. સુખ દુઃખ શુભાશુભ કર્મને આધિન છે. ૨. સંસાર દુઃખરૂપ છે. સંસારનું સુખ ક્ષણિક છે. સાચું સુખ મોક્ષ અવસ્થામાં
જ છે. ૩. મોક્ષ મેળવવા પ જિનોક્ત મહાવ્રતોનો સ્વીકાર કરી ત્યાગમય જીવન જીવવું
જોઈએ. આ ત્રણેમાં અટલ શ્રદ્ધા તે સમ્યકત્વ. મિથ્યાદૃષ્ટિ અને અવિરત સમ્યગ્દષ્ટિ વચ્ચેનો તફાવત : ધાર્મિક ભાવનાનો અભાવ. બધા આત્માઓ સાથે એકતા અનુભવવાની સવૃત્તિનો અભાવ. અન્ય સાથે સ્વાર્થ કે બદલો લેવાની વૃત્તિ. અનુચિત કર્યા બાદ પ્રશ્ચાતાપ કે ડંખનો અભાવ. પાપને પાપ ના ગણે, પુણ્ય-પાપનો ભેદ અગ્રાહ્ય છે. સ્વાર્પણનું સાત્વિક તેજ હોતું નથી. ૫. દેશવિરતિ : મર્યાદિત વિરતિ. ગૃહસ્થ ધર્મનાં વ્રતોનું રીતસર પાલન કરવું એ
દેશવિરતિ છે. અંશતઃ ચોક્કસપણે પાપયોગથી વિરત થવું તે દેશવિરતિ. ===================K ૪૩૬ -Kkkekekekekekekekekekekekek