________________
નજીકનું દેખાતું નથી. ધરતી પર રહી ધરતીને ક્યારેય ન જોઈ, ચાંદ જોયોને! નીચે ઉતરો, સ્વયંને તલાશો-શોધો. શોધવાથી ભગવાન પણ મળી જાય છે.
એક મિનિટનો ક્રોધ કોમળ અવયવો પર અગ્નિલ્હાય વેરે છે, એ અવયવોને યથાસ્થિત થતાં ત્રણ કલાક લાગે છે. જેના અંતરમાં વારંવાર ક્રોધ જાગતો હોય તેની મોઢાની ચામડી કાળી પડ્યા વિના રહેતી નથી. આગથી જેમ દીવાલો કાળી થાય છે તેમ મનુષ્ય પર ક્રોધની અસર પડે છે. હોઠ કાળા, આંખો રાતીચોળ દેખાય છે.
માણસનું કેવું છે? એને પોતાનું હિત પણ ન સમજાય! આ તે કેવું? માટે ભગવાને દયાળુ થવા, સાચું બોલવા, સંતોનો સમાગમ કરવા, જ્ઞાન ભણવા, સ્વાધ્યાય કરવા, જ્ઞાનીઓની સેવા કરવા ને તેમનું સાંભળવા કહ્યું છે.
શિયાળામાં સૂરજ કોઈવાર એવો વાદળથી ઢંકાઈ જાય, ઘેરાઈ જાય કે અજવાળુ હોય, ખબર પડે કે સૂરજ છે પણ ક્યાં છે તે ન સમજાય. તેમ કોઈ વ્યક્તિમાં જીવન તો મજાનું ધબકતું હોય, આખું શરીર મજાનું કામ કરતું હોય, માત્ર માથું જ ન ચાલે.
જ્ઞાનીયોનું કહેલ સાંભળળાથી આવરણ નબળા પડે ને વિલીન પણ થઈ જાય. જ્ઞાન થાય, સમજણ પડવા માંડે, રસ્તો સૂઝે ને માણસ ઘરે પહોંચે ને સુખી થાય. મોક્ષે જાય ને આનંદ થાય.
ક્ષમાં જ કર્મને પડકાર માત્ર ક્ષમા અને સમતાથી જ આપી શકાય છે.
પ્રેમ અને કરૂણાનું શુદ્ધ સ્વરૂપ તે ક્ષમા. * ક્ષમા વીરસ્ય ભૂષણમ્ જ ક્ષમા ક્યારે આપી શકો? તમારામાં પ્રીત, મૈત્રિ અને કરૂણા હોય તો જ. જ આત્મા ક્ષમાવાન કેમ બને? ઘણી ઊંડી સમજણ, અસીમ પ્રેમ અને વીરતાના
ગુણોને કેળવવાથી આત્મા ક્ષમાવાન થાય છે.
=================^ ૧૨૨ -KNEF==============